તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધનો વંટોળ:નવા બંદરની 70 બોટો દ્વારા ક્રિકમાં ગેરકાયદે માછીમારી

નારાયણ સરોવર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝીણી જાળીથી નાની માછલી, ઇંડાનો કરાતો સફાયો : કચ્છના માછીમારોની મુશ્કેલીમાં વધારો
  • સ્થાનિક માછીમારોની મુશ્કેલી વધશે, રાશનના ખર્ચા પણ નહીં નીકળે તેવી સ્થિતિ ઉભી થવાની શક્યતા

કચ્છના માછીમારોની મુશ્કેલીઅો કેડો મુકતી ન હોય તેમ માંગરોળના નવા બંદરની 70 બોટો દ્વારા ક્રિક વિસ્તારમાં ગેરકાયદે ઝીણી જાળી વડે માછીમારી કરી નાની માછલી, ઇંડાનો સફાયો કરાતાં સ્થાનિક માછીમારોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

મળતી માહિતી મુજબ નવા બંદરની 70થી વધુ મોટી બોટો દ્વારા કચ્છના ક્રિક વિસ્તારમાં ગેરકાયદે રીતે માછીમારી કરવામાં અાવી રહી છે. અા માછીમારો દ્વારા ઝીણી જાળી વડે નાની માછલી અને ઇંઠા પણ લઇ જવાય છે. અાવું જ રહ્યું તો અાગામી સમયમાં સમયમાં સ્થાનિક માછીમારોની મુશ્કેલી વધશે અને રાશનના ખર્ચા પણ નહીં નીકળે તેવી સ્થિતિ ઉભી થશે.

ક્રિકનો 10 કિલોમીટર વિસ્તાર પ્રતિબંધિત
નિયમ મુજબ માછીમારી કરાય તો તમામ માછીમારોને રોજીરોટી મળે તેમ છે. વધુમાં ક્રિકનો 10 કિ.મી. વિસ્તાર પ્રતિબંધિત છે તેવામાં લોકો લાલચમાં અાવી અા વિસ્તારમાં માછીમારી કરી અન્ય માછીમારોને નુકસાન કરી રહ્યા છે. નવા બંદરના માછીમારો પણ નિયમ મુજબ માછીમારી કરે તેમાં સ્થાનિક માછીમારોને કોઇ વાંધો નથી પરંતુ અા રીતે નાની માછલી અને ઇંડાનો સફાયો કરાશે તો તે ચલાવી લેવાશે નહીં અેમ જખાૈ મંડળીના પ્રમુખ કે.અેસ. સંગાર અને નારાયણ સરોવર મંડળીના પ્રમુખ અારભ ભડાલાઅે જણાવ્યું હતું.

મત્સ્યોદ્યોગ વિભાગની મનમાની સામે રોષ
મત્સ્યોદ્યોગ વિભાગ પોતાની મનમાનીથી માછીમારોને ટોકન અાપે છે અને ત્યારબાદ અાવા માછીમારો કયા વિસ્તારમાં માછીમારી કરે છે, કયાં જાય છે તેની કોઇ તપાસ કરાતી નથી. માછીમારી મુદ્દે દરિયામાં વાદ-વિવાદ થાય તે પહેલા તંત્ર દ્વારા ક્રિક વિસ્તારમાં ગેરકાયદે માછીમારી કરતી નવા બંદરની તમામ બોટો જપ્ત કરાય તો જ અા વિવાદનો અંત અાવશે અેમ જખાૈ મંડળીના પ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...