તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ:જખૌ બંદરે ગેરકાયદે બાંધકામો સુરક્ષા માટે ખતરારૂપ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના જખાૈ બંદર અને મોહાડીમાં ગેરકાયદે રીતે વધતા જતા પાકા બાંધકામો દેશની સુરક્ષા માટે ખતરારૂપ હોઇ અતિક્રમણ દુર કરવા ખુદ જખાૈ મરીન પોલીસ સ્ટેશનના પી.અાઇ.અે અબડાસા પ્રાંત અધિકારીને તા.29-8ના લેખિત રજૂઅાત કરી છે.

જખાૈ બંદર પર મોટી માત્રામાં ગેરકાયદે પાકા બાંધકામો થઇ રહ્યા છે. દરિયા કાંઠે બે માળના પાકા બાંધકામો થવાથી લોકો બોટો સીધી કાંઠે લાંગરી વસ્તુઅો સીધી રૂમમાં રાખી શકે છે, જે દરિયાઇ સુરક્ષા સામે ખતરારૂપ છે. ઉપરાંત મોહાડીમાં અલ્ટ્રાટ્રેક કંપનીની જેટીથી ઉત્તર દિશામાં ગેરકાયદે મચ્છીના ત્રણ દંગા બની ગયા છે અને હજુ નવો કોલ્ડરૂમ અને દરિયાકાંઠે રૂમો બનાવવામાં અાવી રહ્યા છે. અલ્ટ્રાટ્રેક જેટીના ગેઇટની જમણી બાજુ પતરાનું કાચુ બાંધકામ ચણી દેવાયું છે, જેનો માછીમારીની સિઝન જયારે બંધ હોય છે ત્યારે દુરઉપયોગ થઇ શકે છે અને દેશ વિરોધી પ્રવૃત્તિ પણ થઇ શકે છે, જેથી અાવા બાંધકામો દુર કરવા ખુદ જખાૈ મરીન પોલીસ સ્ટેશનના પી.અાઇ. ડી.અેસ. ઇસરાણીઅે અબડાસા પ્રાંત અધિકારીને રજૂઅાત કરી છે.

અાંતરરાષ્ટ્રીય સરહદેથી અગાઉ કેફી દ્રવ્યો, હથિયારો, પાકિસ્તાની બોટો પકડાઇ છે
જખાૈ બંદર પાકિસ્તાન સાથેની અાંતરરાષ્ટ્રીય સરહદને અડીને અાવેલું છે. અા વિસ્તારમાંથી અગાઉ પણ પાકિસ્તાનની શંકાસ્પદ બોટો, નશીલા પદાર્થો પકડાયા છે. મુંબઇ અાતંકી હુમલામાં હથિયારો કચ્છ સરહદેથી ઘુસાડાયાનું પણ જે-તે વખતે બહાર અાવ્યું હતું. વધુમાં દુશ્મન દેશ દ્વારા ઘુસણખોરી પણ જારી રહી છે તેવામાં અા રીતે પાકા બાંધકામો દેશની સુરક્ષા સામે ખતરારૂપ છે.

નલિયામાં અબડાસા પ્રાંત અધિકારીની સંબંધિત વિભાગો સાથે અાજે બેઠક
જખાૈ મરીન પોલીસ સ્ટેશનની રજૂઅાતના પગલે અબડાસાના પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવતે તા.4-9-21ના સવારે 12.30 કલાકે પ્રાંત કચેરીઅે બેઠક બોલાવી છે અને અબડાસા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જખાૈ મરીન પોલીસ સ્ટેશન, માંડવી બંદર અધિકારી, ફિશરીઝ અોફિસર જખાૈ પોર્ટ, સર્કલ અોફિસર મામલતદાર કચેરી-નલિયા અને ચરોપડી મોટીના તલાટી સહમંત્રીને દબાણવાળી જમીન તેમના કાર્યક્ષેત્ર હેઠળની છે કે કેમ તે અંગેના અાધાર-પૂરાવા સાથે હાજર રહેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...