તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચૂંટણી આવે એટલ રાજકારણની રમત શરૂ થઇ જાય છે. એક બાજું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોઈ અન્ય પક્ષના વ્યક્તિને ભાજપમાં સામેલ કરવાની મનાઈ ફરમાવી હતી, જ્યારે બીજી તરફ કચ્છના જિલ્લાના રાપરના ભીમસર ગામે યોજાયેલી ભાજપની સભામાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ 50 કોંગી કાર્યકારોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
આગામી સ્વરાજ્યની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં રાજકીય પક્ષઓએ પચાર પ્રસાર તેજ કરી દીધા છે અને ચૂંટણી જીતવા માટેના તમામ પરીબળો અપનાવાઈ રહ્યા છે. રાપરના ભીમસર અને ફતેહગઢ ખાતે યોનાયેલી જાહેર સભામાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કોંગ્રેસના 50 કાર્યકરોને આવકાર આપી ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.
સી.આર.પટીલની સૂચના અવગણી
ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોઈ અન્ય પક્ષના વ્યક્તિઓને ભાજપમાં સામેલ કરવાની મનાઈ ફરમાવી હતી, તેમ છતાં તેમની સુચનાને અવગણીને કોંગી
કાર્યકરોને અપનાવતા ખરો રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. આ સભા દરમ્યાન મંચ ઉપરથી પ્રદીપસિંહ વાઘેલાએ કચ્છ જિલ્લા પંચાયતની તમામ 34 બેઠક પર વિજય મેળવવાનું
જણાવ્યું હતું. આ સભામાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, રાપર તાલુકા અને શહેર ભાજપના અગ્રણીઓ કાર્યકરો અને ઉમેદવારો
સાથે ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.