વ્યથા ઠાલવી:ભાજપની લાજ કાઢવી હોય તો પક્ષમાંથી રાજીનામું આપી દો

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પ્રભારીની સ્પષ્ટ વાત
  • કાર્યક્રમોમાં લેખેલા ચહેરા જ દેખાતા હોઈ તેવર બદલ્યા

ભુજ શહેરમાં રવિવારે જિલ્લા કોંગ્રેસની કારોબારી મળી હતી, જેમાં જિલ્લા પ્રભારી નાૈસાદ સોલંકીઅે પક્ષના કાર્યકરોની નિષ્ક્રિયતાથી નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના અાગેવાન અાવે ત્યારે બધા અેકઠા થઈ જઈઅે છીઅે અને શાસક ભાજપની નીતિ રીતિના વિરોધમાં દેખાવો થાય ત્યારે લેખેલા અાઠથી દસ ચહેરા જ હોય છે. જો ભાજપના ધારાસભ્ય, સાંસદની લાજ કાઢવી હોય તો પક્ષમાંથી રાજીનામું અાપી દેવું જોઈઅે.

ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી હોઈ તેની પૂર્વ તૈયારી રૂપે બૂથ લેવલે 1 સક્રિય કાર્યકર અને અેના તાબામાં 25 પ્રાથમિક કાર્યકરો બનાવવા માટે કચ્છ જિલ્લાના કોંગ્રેસે ભુજ શહેરમાં કારોબારીની બેઠક બોલાવી હતી, જેમાં જિલ્લા પ્રભારી નાૈસાદ સોલંકીઅે પ્રભારી તરીકેના કાર્યકાળ દરમિયાન કાર્યકરોમાં અનુભવેલી નિષ્ક્રિયતા બાબતે વ્યથા ઠાલવી હતી.

તેમણે શાસક પક્ષની પ્રજા વિરોધી નીતિ રીત બાબતે અપાતા કાર્યક્રમોમાં સાૈની હાજરી ઉપર ભાર મૂક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોંગ્રેસના અાગેવાનો અલગ અલગ કાર્યક્રમો અાપતા હોય છે, જેમાં તેમના ટેકેદારો જ જોડાતા હોય છે, જેથી દરેકના કાર્યક્રમમાં અાઠ-દસ ચહેરા જ દેખાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...