રાજય તકેદારી અાયોગના અાયુક્તની અધ્યક્ષતામાં લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. તકેદારી એટલે કે પ્રિવેન્ટિવ વિજિલન્સના પગલે કામગીરી થાય તો વહિવટમાં સ્વચ્છતા, પારદર્શિતા અને ન્યાયોચિત કામગીરી થાય. ભ્રષ્ટાચારના કિસ્સા ઓછા બને તેવો સુર વ્યક્ત થયો હતો.
સમીક્ષા બેઠકમાં રાજય તકેદારી અાયોજના અાયુક્ત સંગીતા સિંઘે જણાવ્યું હતું કે, સતર્કતા સપ્તાહની ઉજવણી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજંયતિ નિમીતે થાય છે. વડાપ્રધાનના શબ્દોમાં નિવારક તકેદારી એટલે કે પ્રિવેન્ટિવ વિજિલન્સના પગલે કામગીરી થાય તો વહિવટમાં સ્વચ્છતા, પારદર્શિતા અને ન્યાયોચિત કામગીરી થાય. ભ્રષ્ટાચારના કિસ્સા ઓછા બને. હવે તો ગ્રામ્ય સ્તરે પણ રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમ જેવા કાર્યક્રમ થકી દરેક વિભાગમાં પારદર્શિતા આવી છે જેના પગલે સુધારાને પણ અવકાશ મળ્યો છે.
પ્રિવેન્સન ઓફ કરપ્શન એક્ટ વિશે વિગતે માહિતી પુરી પાડતા જણાવ્યુ હતુ કે, આઝાદીના સમયથી જ લાંચ રૂશ્વત વિરોધી કાયદાની શરુઆત થઇ હતી. વિજિલન્સએ પાયાનુ પગલું છે જેમાં જીલ્લાકક્ષાએ તમામ વિભાગો તેનો ભાગ છે દરેક કચેરીમાં તેનું કાર્યક્ષેત્ર વિસ્તુત છે. તકેદારી કાર્યક્ષેત્ર જીલ્લા માટે અગત્યની ભુમિકા ભજવે છે. આયોગની કામગીરી વિસ્તૂત રીતે વર્ણવી તેમણે દરેક કચેરીનું પ્રિવેન્ટિવ વિજીલન્સ ઇન્સ્પેશન થાય તેવી સીસ્ટમ વિકસાવવા કલેકટર પ્રવિણા ડી.કેને અનુરોધ કર્યો હતો.
અા સમીક્ષા બેઠકમાં અેસપી સૌરભ સિંઘ, અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અતિરાગ ચપલોત, નાયબ પોલિસ અધિક્ષક-અંજાર મુકેશ ચૌધરી, એ.સી.બી. ના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ, સીવીલ સર્જન ડો. કશ્યપ બુચ, જીલ્લા વિકાસ એજન્સીના આસ્થાબેન સોલંકી, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેર આર.બી.પંચાલ, જીલ્લા શિક્ષણ અધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર એ.પી.તિવારી, જીલ્લા ઉધોગ કેન્દ્રનાં કનક ડેર, સમાજ સુરક્ષા અધિકારી એ.પી રોહાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.