તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:વોર્ડ 1થી 3માં ટિકિટ ન મળે તો પાટલી બદલવા પેરવી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ઈચ્છુકોનો વ્યૂ
  • વોર્ડ નં. 2નીપેટા ચૂંટણીમાં બંને પક્ષને હંફાવનારા અપક્ષને ભાજપે ખેંચી લીધો

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સોમવારે જાહેરનામું બહાર પડી ગયું છે, જેથી ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું પણ શરૂ થઈ ગયું છે. પરંતુ, ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1થી 3માં વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં કેટલાક ઉમેદવારોઅે ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં જાય અેવી શક્યતા છે. જે માટે ઉમેદવારોની યાદી બહાર પડે અે પછી સ્પષ્ટ થશે. પરંતુ, વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને હંફાવનારા અપક્ષ અંબાલાલ ગોરને ભાજપે ખેંચી લીધાના હેવાલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસ વોર્ડ નંબર 1થી 3માં મોટેભાગે ગત ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને ટિકિટ ફાળવવાનું નક્કી કર્યું છે. અલબત્ત, કોંગ્રેસના માજી નગરસેવકોના વોર્ડમાં ફેરફાર થઈ જશે. બાકી ખાસ મોટા ફેરફાર નહીં થાય. જોકે, વોર્ડ નંબર 1માં ગત ટર્મના અેક કોંગ્રેસી માજી મહિલા નગરસેવિકા કોંગ્રેસમાંથી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે, જેથી અેમને ભાજપમાંથી ટિકિટ મળી જશે. બીજા માજી નગરસેવકના ભાઈ અન્ય પ્રદેશના પક્ષમાં જોડાઈ ગયા છે, જેથી અેમની જગ્યાઅે નવો ઉમેદવાર અાવી જશે. તો ભાજપના અેક માજી નગરસેવકના પત્નિ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરશે.

અામ, કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 1 અને 2માં નછૂટકે અમુક નવા ચહેરા હશે. બાકી મોટાભાગના જૂના જ યથાવત રખાશે. જોકે, વોર્ડ નંબર 3માં હજુ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ. કેમ કે, કોંગ્રેસમાંથી ટિકિટ લડવા 22 જેટલા દાવેદારો છે. પરંતુ, બંને પક્ષમાં કેટલાક ઉમેદવારો અેવા પણ છે કે, ભાજપમાંથી ટિકિટ ન મળે તો કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે, જેથી બંને પક્ષની અાખરી યાદી બહાર પડે અે પછી કોની પાટલી ઉપર કોણ છે અે નક્કી થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો