બેઠક:ટીપીઓ, ટેકનિકલ સ્ટાફ, નિયમિત ટાઉન પ્લાનર નથી તો લોકોના કામો કેમ થાય?

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર્કિંગ પ્લોટ સહિતના મુદ્દે ભુજ ચેમ્બરે મદદનીશ કલેક્ટરના દ્વાર ખખડાવ્યા

ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ (ભાડા)માં ટીપીઅો, ટેકનિકલ સ્ટાફ, નિયમિત ટાઉન પ્લાનર નથી તો લોકોના કામો થશે કેમ ? તે અેક પ્રશ્ન છે ત્યારે વેપારીઅોની સંસ્થા ભુજ ચેમ્બરે લાંબા સમયના ટ્રાફિક, પાર્કિંગ પ્લોટ સહિતના મુદ્દે મદદનીશ કલેક્ટરના દ્વાર ખખડાવ્યા હતા.શહેરમાં પાર્કિંગ પ્લોટની સુવિધા, નવા રસ્તા, ભૂકંપ પીડિત વેપારીઅોને અાજદિન સુધી વળતર કે, જમીન સહાય અપાઇ નથી ત્યારે લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્ને વેપારીઅો દ્વારા અવાર-નવાર રજૂઅાતો કરવામાં અાવી હોવા છતાં તેનો નિકાલ કરાયો નથી.

વધુમાં ભાડા કચેરીમાં ટીપી વેરિઅેશન માટે ટીપીઅો નથી, નિયમિત ટાઉન પ્લાનર નથી અને ટેકનિકલ સ્ટાફ પણ ન હોઇ શહેરીજનોના કામો થશે કેવી રીતે તે અેક પ્રશ્ન છે. લાંબા સમયની રજૂઅાતો છતાં પ્રશ્નોનો નિકાલ ન અાવતાં ચેમ્બર અોફ કોમર્સ અેન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના પ્રમુખ અનિલભાઇ ગોર, મંત્રી જગદીશ ઝવેરી, ચેમ્બરના રાજુભાઇ ટાંક, રાજેશ માણેકે ભુજના મદદનીશ કલેક્ટર અને ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચપલોત સાથે બેઠક કરી હોવાનું ભદ્રેશ દોશીઅે જણાવ્યું હતું.

વાણિજ્ય સંકુલની દુકાનો પૈકી 40 ટકા ભૂકંપગ્રસ્ત વેપારીઅોને ફાળવો
રિલોકેશન સાઇટમાં વાણિજ્ય સંકુલ ભૂકંપગ્રસ્ત વેપારીઅો માટે બનાવાયા છે ત્યારે 60 ટકા દુકાનો ઇ-અોક્શનથી વેચાણ કરવામાં અાવે અને 40 ટકા દુકાનો ભૂકંપ પીડિત વેપારીઅો માટે અનામત રાખી ફાળવવામાં અાવે તેવી માંગ કરાઇ હતી. વાણિજ્ય સંકુલ બનાવવામાં અાવ્યા હતા તે સમયે જે કિંમત હતી કિંમતે દુકાનો વેચાણ અપાય તેવી રજૂઅાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...