તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • If There Is No Cleaning In Bhuj In The Next Fortnight, There Will Be Protests By Putting Up Posters Of The President In The Way Of Gandhi Chindya

નિર્ણય:ભુજમાં જો આગામી પંદર દિવસમાં સફાઈ નહિ થાય, તો પ્રમુખના પોસ્ટર મૂકી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરાશે

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ગંદકી સાફ કરવા બાબતે સંસ્થા આકરા મૂડમાં

વરસાદની ઋતુમાં સમગ્ર ભુજ શહેરના એક થી અગિયાર વોર્ડમાં ગંદકી અને કચરાના ઢગ ખડકાયા છે તેવા આક્ષેપ સાથે આપણું ભુજ, સ્વચ્છ ભુજ સંસ્થા દ્વારા આગામી પંદર દિવસમાં જો યોગ્ય સફાઈ નહિ થાય તો પ્રમુખના પોસ્ટર લઈ અને આવા વિસ્તારમાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરાશે તેવી ચીમકી આપી હતી. સંસ્થાએ આક્ષેપ કર્યો હતો કે, તેમના પોતાના વોર્ડ નંબર દસના વિસ્તાર મેન્ટલ હોસ્પિટલ, હેડ પોસ્ટ ઓફિસ પાસે કાયમી કચરાના ઢગલા હોય છે. સફાઈ થતી જ નથી. માત્ર સફાઈ પાછળ જ કરોડોના ખર્ચ કરાય છે, તો સફાઈના નામે મીંડું કેમ જોવા મળે છે.

થોડા દિવસો અગાઉ સેનીટેશન શાખાના ચેરમેન દ્વારા સફાઈ કર્મચારીઓની સાધન સામગ્રી સાથે ઓળખ પરેડ કરાઈ હતી જેમાં કારોબારી ચેરમેને પણ હાજરી આપી હતી. ઓળખ પરેડ થી સફાઈ થઈ જશે તેવી માન્યતા ખોટી છે. પ્રમુખે જાતે શહેરના દરેક વોર્ડમાં તપાસ કરવી પડશે.

હાલ વરસાદ પડ્યો છે, જેને કારણે ગંદકી વધશે, તથા મચ્છરો અને માખીના ઉપદ્રવ થકી રોગચાળો ફાટી ન નીકળે તે માટે અત્યારથી જ સફાઈની સુચારુ વ્યવસ્થા ગોઠવવી પડશે. આ ઉપરાંત આવી જગ્યાએ ડીડીટી ખાસ છંટકાવ થાય તે જોવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...