• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • If The Vehicle Is Driven At Speed, The 360 Degree Camera Image Of The Interceptor Van Will Immediately Give An E memo.

અત્યાધુનિક સિસ્ટમ:સ્પીડમાં વાહન ચલાવ્યું તો ઇન્ટરસેપ્ટર વાનના 360 ડિગ્રીના કેમેરા તસવીર ખેંચી તરત ઇ-મેમો આપશે

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છ પોલીસને સાધનથી સજ્જ ઇન્ટરસેપ્ટર વાહનની ફાળવણી થઇ

રાજ્યમાં ઓવર સ્પીડના કારણે અકસ્માતની અનેક ઘટનાઓ બની છે, જેમાં સંખ્યાબંધ લોકોને જીવ ગુમાવવો પડે છે. ત્યારે આવા અકસ્માતો અટકાવવા સરકાર દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગને અેક ઇન્ટરસેપ્ટર વાન અપાઇ છે. જેને કાર્યરત કરાતા હવે અત્યાધુનિક લેસર સ્પીડ ગન, 360 ડિગ્રીના કેમેરાની મદદથી ઓવર સ્પીડ વાહનને કેપ્ચર કરી ઇ-મેમો જનરેટ કરશે. અત્યાર સુધી સ્પીડ ગનથી મેન્યુઅલી ચેકિંગ કરી દંડ ફટકારાતો હતો. તો માર્ગ પર વાહન ચાલકોને અકસ્માત વેળાઅે તેમજ અન્ય મુશ્કેલી ટાણે ઉપયોગ થઇ શકે તેવી બોલેરો કેમ્પર અપાઇ છે.

વાહનચાલકો ગતિ મર્યાદામાં વાહન હંકારે તે માટે રાજ્ય સરકારે પશ્ચિમ કચ્છ પોલીસને તાજેતરમાં જ અેક અત્યાધુનિક ઇન્ટરસેપ્ટર વાન ફાળવાઇ છે. બે દિવસ પૂર્વે જ પશ્ચિમ કચ્છને અપાયેલા અેક ઇન્ટરસેપ્ટર વાહન અને અેક બોલેરો કેમ્પરને પેટ્રોલિંગમાં મુકવામાં અાવી હોવાની વાત પશ્ચિમ કચ્છ અેસપી સાૈરભ સીંઘે કરી હતી. આ વાહનને અત્યાધુનિક લેસર સ્પીડ ગન, PTZ કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સજ્જ કરાઇ છે. જેમાં લેસર ટ્રાફિક સ્પીડ વિડિયો સિસ્ટમ, સ્પીડ લિમિટ કેસના મેમો માટે પ્રિન્ટર, મોબાઇલ નેટવર્ક વિડીયો રેકોર્ડર, માઈક અને સાયરન સાથેના લાઈટ બાર અને PA સિસ્ટમ તથા એલસીડી મોનિટર જેવા સાધનોથી સજ્જ છે. ઇન્ટરસેપ્ટર વાનમાં અગ્નિશામકના સાધનો અપાયા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એઇડ કીટ પણ રખાઇ છે તેવું ઇન્ચાર્જ દશરથભાઇ ભરવાડે જણાવ્યું હતું.

વાહનને અોપરેટ કરવા તાલીમ અપાઇ
ઈન્ટરસેપ્ટર વાનને ઓપરેટ કરવા અત્યાધુનિક સિસ્ટમની માહિતી મેળવી તે કઈ રીતે કામગીરી કરે છે તેની સમજણ મેળવવી આવશ્યક છે. ત્યારે હાલમાં આ વાનને ઓપરેટ કરવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે શહેર પોલીસના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.તો બીજી તરફ સિસ્ટમના સોફ્ટવેરમાં મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કેટલા રૂપિયાનો દંડ છે તે અંગેની માહિતી પહેલેથી જ ફીડ કરાઇ છે. સ્પીડ ગનથી જે કામ મેન્યુઅલી થતું હતું તેને હવે ઇન્ટરસેપ્ટર વાન દ્વારા કરવામાં આવશે.

પેટ્રોલિંગ બોલેરો કેમ્પરમાં અાધુનીક સાધનો વિકસાવાયા
ઇન્ટરસેપ્ટર વાહનની સાથે અેક પેટ્રોલિંગ બોલેરો કેમ્પર પણ પશ્ચિમ કચ્છ પોલીસને ફાળવાઇ છે. અકસ્માત વેળાઅે વાહનને છુટા કરવા માટેની સાધન સામગ્રી, માર્ગ પર ઝાડ પડી જાય અથવા તો અન્ય કોઇ ઘટના બને તો તેમાં ઉપયોગી થઇ શકે તેવા સાધનો વિકસાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...