તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટરને રાવ:રોડ, ટોલના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કાયદેસર કાર્યવાહીની ટ્રાન્સપોર્ટ સંગઠનની ચિમકી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લા ટ્રક અોનર્સ અેસોસિયેશનની કલેક્ટરને રાવ

કચ્છમાં રોડ અને ટોલ પ્લાઝાને લગતા પ્રશ્નોને લઇને ટ્રાન્સપોર્ટ સંગઠન આકરા પાણીઅે છે અને જો પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો કાયદેસર કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.જિલ્લાના સામખિયાળી-સૂરજબારી, મોખા ચોકડી, સામત્રા, અંગિયા, પધ્ધર ટોલ પ્લાઝા હસ્તકના રસ્તા બિસ્માર હાલતમાં છે. ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ઉપરાંત રસ્તાની આસપાસ બાવળની ઝાડી ઉગી નીકળી છે.

ખાસ કરીને સામખિયાળી-સૂરજબારી ટોલ નાકા પર રોજેરોજ થતા ટ્રાફિક જામ, ખખડધજ માર્ગના કારણે વાહનોના બ્રેક ડાઉન થવાનું પ્રમાણ વધ્યું છે. ટોલનાકા દ્વારા માર્ગોનું સમારકામ પણ કરાતું નથી. વધુમાં ટોલ પ્લાઝાની ધીમી કામગીરીના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે. ટોલનાકા કર્મીઅોના મનસ્વી વલણના કારણે વાહન ચાલકો સાથે નાની-નાની વાતે ઝઘડો થાય છે. આવા કર્મચારીઅો ગુનાહિત પ્રવૃત્તિના સ્વભાવ વાળા હોઇ, જયારે નિમણૂક કરાતી હોય છે ત્યારે પોલીસ તપાસ કે, રીપોર્ટ લેવાતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પ્રશ્નોના નિવેડા માટે કચ્છ જિલ્લા ટ્રક અોનર્સ અેસોસિયેશનના પ્રમુખ નવઘણ વી. અાહીરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને જો નિરાકરણ નહીં આવે તો ટોલ પ્લાઝાને લગતા નિયમ અન્વયે કલમ 304 (અે) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...