ઘોરાડ સરહદની બંને બાજુ કમનસીબ:કચ્છમાં વીજ લાઈન જીવલેણ તો સામેપાર સિંધમાં આરબો દ્વારા ઘોરાડ શિકારનો ભોગ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ - Divya Bhaskar
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ
  • પાક.ના સિંધમાં કચ્છને અડીને આવેલા વિસ્તારોમાં આરબ શેખોને શિકારની મંજૂરી અપાતા દુનિયાભરમાં કરાઇ આકરી નિંદા
  • કચ્છમાં અલભ્ય પક્ષીઓના ટપોટપ મોત છતાં કોઈ બોલતું નથી પણ પાકિસ્તાનમાં શિકાર સામે થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અેટલે કે ઘોરાડ કચ્છમાં અભયારણ્યમાંથી તો લુપ્ત થઇ જ ગયા છે, પણ હવે તાત્કાલિક કોઇ પગલા નહી લેવાય તો અભયારણ્યની બહાર બે-ત્રણ ઘોરાડ બચ્યા છે તે પણ લુપ્ત થઇ જશે. કમનસીબી જૂવો અા પક્ષી ભારતની સાથે સામેપાર પાકિસ્તાનમાં પણ લુપ્ત થઇ રહ્યા છે. કચ્છમાં વીજ લાઇન અા પક્ષીઅોના મોત માટે જવાબદાર છે. તો પાકિસ્તાનમાં અને ખાસ કરીને ત્યાંના સિંધ પ્રાંતમાં શિકારના લીધે અા પક્ષીઅોના અસ્તિત્વનો ખતરો ઊભો થયો છે. તેમાપણ ચોંકાવનારી વાત અે છે કે પાકિસ્તાની કેન્દ્ર સરકાર અારબ રાષ્ટ્રોના રાજ પરિવારો અને ત્યાંના અમીર શેખોને ઘોરાડના શિકાર કરવા માટે ખાસ મંજૂરી અાપી રહી છે. તાજેતરમાં કચ્છને અડીને અાવેલા સિંઘના કેટલાક જિલ્લાઅો સહિતના વિસ્તારમાં પાકિસ્તાને 14 જેટલા અારબ શેખોને ઘોરાડ શિકાર માટે મંજૂરી અાપી હોવાની વાત બહાર અાવતા દુનિયાભરમાં પાકિસ્તાનનો વિરોધ થઇ રહ્યો છે.

અબડાસામાં અાવેલા ઘોરાડ અભયારણ્યમાં અા પક્ષી હવે અસ્તિત્વમાં નથી ! જોકે સંરક્ષણ ક્ષેત્રની બહાર પક્ષીઅો જોવા મળ્યા છે. અહીં વીજ લાઇન ઘોરાડના મોતનું કારણ બની છે. તાત્કાલિક પગલા નહીં ભરાય તો બેથી ત્રણ પક્ષી બચ્યા છે તે પણ પોતાનો વંશ અાગળ વધારી નહીં શકે.

ભારતની જેમ પાકિસ્તાનમાં અને ખાસ કરીને કચ્છને અડીને અાવેલા સિંધ પ્રાંતમાં ઘોરાડ જોવા મળે છે. જોકે અહીં અા પક્ષીને અન્ય અેક જાતી હૌબારા બસ્ટર્ડના નામે અોળખાય છે. જે પોતાના ભારતીય ઘોરાડની જે અેક પેટા પ્રજાતી છે. પરંતુ ભારતની જેમ અહીં પણ ઘોરાડ સુરક્ષિત નથી. પોતાની કંગાલિતના લીધે પાકિસ્તાની સરકાર અારબોના શ્રીમંત શેખોને શિકાર માટે છૂટ અાપે છે. જેના પગલે સિંધ સહિતના ક્ષેત્રોમાં અારબ શેખો અા હૌબારા બસ્ટર્ડનો શિકાર કરે છે. જેનો અાંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણવીદો વિરોધ પણ કરતા રહ્યા છે. આ વર્ષે સિંધમાં 14 આરબોને આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષિત પક્ષી પ્રજાતિ હૌબારા બસ્ટાર્ડના શિકાર માટે સત્તાવાર રીતે પરવાનગી આપવામાં આવી છે. જેમાં કતાર અને સંયુક્ત આરબ અમીરાત સહિતના દેશોના રાજકારણીઅોને શિકાર માટે મંજૂરી અાપી હતી. પાકિસ્તાનના અખબાર ડોનના અહેવાલ પ્રમાણે ઉમરકોટ, થરપારકર સહિતના જિલ્લામાં પણ શિકાર કરવાની મંજૂરી છે. જેમાં મિલિટરી કમાન્ડના વડા/દુબઈ પોલીસ અને જાહેર સુરક્ષાના ઉપાધ્યક્ષ અને યુએઈના શાસક પરિવારના સભ્યોઅે અા મંજૂરી અાપવામાં અાવી છે. તો યુઅેઇના શાસક પરિવારના સભ્યોને કચ્છની સામેપાર બદીન અને થટ્ટા જિલ્લાના વિસ્તારો ફાળવવામાં આવ્યા છે. કતારના અમીર શેખને થરપારકર જિલ્લાના ડિપ્લો અને ઈસ્લામકોટના વિસ્તારો ફાળવવામાં આવ્યા છે. અન્ય શેખને થરપારકર જિલ્લાના ચાચરો અને દહલીના વિસ્તારો ફાળવવામાં આવ્યા છે. કચ્છને અડીને અાવેલા અન્ય અેક પાકિસ્તાનના જિલ્લા સુજાવલના શાહ બંદરમાં બહેરીનના રાજ પરિવારના સભ્યોને શિકાર કરવાની મંજૂરી છે.

કચ્છને અડીને અાવેલા ડિપ્લો તાલુકામાં ભારે વિરોધ
પાક. આરબ દેશોના શિકારીઓને પરમિટ આપવાના સરકારના પગલા સામે પોતાનો ગુસ્સો નોંધાવવા માટે તાજેતરમાં થરપારકરના ડિપ્લો ટાઉનમાં પ્રદર્શન થયું હતું. લોકો બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે, જુદા જુદા રસ્તાઓ પર કૂચ કર્યા પછી, સ્થાનિક પ્રેસ ક્લબની બહાર એકઠા થયા, જ્યાં તેઓએ તેમના રોકાણ દરમિયાન હોબારા બસ્ટર્ડ્સ સહિત દુર્લભ પ્રજાતિઓના શિકાર માટે શિકારની પરવાનગી આપવા બદલ સરકાર સામે તેમનો રોષ દર્શાવવા માટે પ્રદર્શન કર્યું. શિકારીઅોના એજન્ટો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે શાહી મહેમાનોના આગમન પહેલા પ્રભાવશાળી લોકો દ્વારા ડિપ્લો અને દહલીના વિસ્તારોમાં પહેલાથી જ અનેક શિબિરો સ્થાપિત કરવામાં આવી હતી.

શિકારનો વિરોધ કરનારની હત્યાથી વિવાદ વકર્યો
3 નવેમ્બરે કરાચીની હદમાં વિદેશી મહેમાનોને હૌબારા બસ્ટર્ડનો શિકાર કરતા અટકાવવાનો પ્રયાસ કર્યા પછી પ્રભાવશાળી ધારાશાસ્ત્રીઓ અને અન્યોના કહેવાથી યુવાન નાઝીમ જોખિયોને કથિત રીતે નિર્દયતાથી ત્રાસ અાપી હત્યા કરવામાં અાવી હતી. જેનો સિંઘભરમાં વિરોધ થઇ રહ્યો છે. જસ્ટિસ ફોર નાઝીમ જોખિયોના નામે તેને ન્યાય અાપવા અાંદોલનો થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...