રાહત:સુરજબારી પાસે નર્મદા લાઇન આજે સાંજ સુધી રીપેર થશે તો કાલથી કચ્છને પાણી મળે

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છને પીવાનું પાણી અને ઉદ્યોગોને પાણી પૂરું પાડતી નર્મદા પાઇપ લાઈન કચ્છમાં 900 કિ.મી. વિસ્તારમાં પથરાયેલી છે. તે મુખ્ય લાઈનમાં રવિવારે વહેલી સવારે સૂરજબારી પાસે ભંગાણ સર્જાતા તે લાઈન ખાલી કરતા ત્રણ દિવસ જેટલો સમય લાગી ગયો છે.

ખાલી થયાં બાદ રીપેર કામ હાથ ધરાશે તેનું કામ મંગળવારે સાંજે પૂરું થાય તેમ છે, તો બુધવારથી કચ્છને પાણી મળવાની શકયતા છે તો GWILના અધિકારી એમ એચ.આંત્રોલીયાએ જણાવ્યું કે આજે સાંજ સુધી કામ થઇ જશે તો તરત પુરવઠો શરૂ કરી દેવામાં આવશે, તો બીજી તરફ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજ સાંજ સુધી રીપેર કામ કરી શકવું મુશ્કેલ છે.

તો કચ્છને ચાર દિવસ પાણી નહીં મળે
કચ્છના શહેર અને ગામડા તેમજ કંપનીઓ આ નર્મદા પાણી પર ઘણે અંશે આધારિત છે. જો આ પાઇપ લાઈન મંગળવારે સાંજ સુધી રીપેર થઇ જાય તો લાઈન ભરાતા બાર થી પંદર કલાક જેવો સમય લાગે છે. માટે કચ્છને બુધવારથી પાણી મળવાની શક્યતા છે. રવિવારથી પુરવઠો બંધ થતાં અને બુધવારે ફરીથી સપ્લાય શરૂ થાય તો કુલ ચાર દિવસ પાણી બંધ રહ્યું એમ કહી શકાય

અન્ય સમાચારો પણ છે...