વિમોચન:કચ્છના લોક સાહિત્યને સાચવવું હશે તો હસ્તપ્રતોનું દસ્તાવેજીકરણ કરવું પડશે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે અંગ્રેજી આવૃત્તિનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે થશે વર્ચ્યુઅલ વિમોચન
  • કચ્છરાજના અપ્રગટ ઇતિહાસનો અરીસો એટલે કચ્છદર્શન

કચ્છ રાજયના ઇતિહાસના કદી પણ પ્રગટ થયા નથી, તેવા પ્રસંગો, ઘટનાઓ જનમન સુધી પહોંચાડવાની પ્રતિબધ્ધતા તેમજ ચારણી અને લોક સાહિત્યના પ્રસાર માટે અદમ્ય ઉત્સાહનું સર્જન એટલે ‘કચ્છ દર્શન’. સંવેદનશીલ અને સમર્થ સર્જક શંભુદાન ઈશ્વરદાન ગઢવીની કસદાર કલમે આલેખાયેલ આ પુસ્તકને માત્ર કચ્છ-ગુજરાત સુધી નહિ પણ વિશ્વમાં પહોંચાડવા અંગ્રેજી આવૃત્તિનું કેન્દ્રીય પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલાના હસ્તે દિલ્હીથી વર્ચ્યુઅલ વિમોચન કરવામાં આવશે.

પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે. કચ્છ રાજયના ‘રાજકવિ’ હોવાથી શંભુદાન ગઢવી મહા૨ાઓ ખેંગારજીથી માંડીને પ્રાગમલજી ત્રીજા સુધીની રાજવી પરિવારની ચાર પેઢીના નીકટના સંપર્કમાં રહ્યા. આ સંબંધોના કારણે જાણવા મળેલાં ઐતિહાસિક તથ્યો અપ્રગટ રહ્યા. જેને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી, લોકો સુધી પહોંચાડવાનું સ્વપ્ન સેવ્યું હતું, પરંતુ નાદુરસ્ત તબિયત સહિત કારણોએ તરત સાકાર ન થયું. 1975ના વર્ષમાં મેં પિતા શંભુદાનજીનું સ્વપ્ન સાકાર કર્યું.

ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્રકાશન ગૃહના કાંતિલાલભાઈ શાહના સહકા૨થી ‘કચ્છદર્શન’ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. કે.કા. શાસ્ત્રી, દુલેરાય કારાણી જેવા પીઢ કેળવણીકાર, સર્જકો, વિદ્વાનોએ વખાણેલાં આ પુસ્તકની પ્રથમ આવૃતિ શંભુદાનજીની હયાતીમાં સને 1978ની સાલમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી, અને બીજી આવૃત્તિ તેમના શતાબ્દિ વર્ષ 2010માં તેમનાં કુટુંબે પ્રકાશિત કરી, તે પુસ્તકની લોકપ્રિયતા તેમજ ઉપયગિતાથી પ્રભાવિત થઈ, રાજકોટનાં પ્રતિષ્ઠિત પ્રવીણ પ્રકાશન પ્રા.લિ. દ્વારા 2019માં આ પુસ્તકની ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કર્યું. કાગધામ ખાતે 2006માં પ્રતિષ્ઠિત કાગ એવોર્ડ દ્વારા કવિને મરણોતર સન્માન કરવામાં આવ્યું હતું.

‘કચ્છદર્શન’નાં માધ્યમથી કચ્છ૨ાજના ઈતિહાસ, ચારણી અને લોકસાહિત્યને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ‘રાજકવિ શંભુદાન ઈશ્વરદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ’ની રચના કરી. કચ્છ, ગુજરાત બહારના પ્રદેશોમાં પણ વધવા માંડેલી માંગને ધ્યાનમાં રાખીને આ ટ્રસ્ટે પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું. ‘કચ્છદર્શન’ની આ અંગ્રેજી આવૃત્તિનું વિમોચન તેના સર્જક શંભુદાન ગઢવીની 112મી જન્મજયંતિના અવસરે, 16મી જાન્યુઆરી, 2022ના દિવસે ઓન લાઈન, લાઈવ ટેલીકાસ્ટથી કરવામાં આવશે.

મહારાવ લખપતજીએ જેમનાં માર્ગદર્શનથી પાઠશાળા સ્થાપી હતી. તેવા તેમના વિધાગુરૂ હમીરજી રત્નુનાં સન્માન રૂપે કચ્છ યુનિવર્સિટીમાં ‘હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર’ની સ્થાપના કરાઈ છે. જેના નાયબ પ્રોફેસર તરીકે મિલિન્દ સોલંકી સંચાલન કરી રહ્યા છે. શંભુદાનજી પરિવારનાં ટ્રસ્ટે આ કેન્દ્રને રૂપિયા પાંચ લાખનું ડોનેશન આપ્યું છે.

આ ટ્રસ્ટનાં માધ્યમથી ‘શિવશકિત સ્ટડી સર્કલ ટ્રસ્ટ’ સંચાલિત મા આશાપુરા બી. એડ. કોલેજ ત૨ફથી આ કેન્દ્રને ચારણી તથા લોક સાહિત્યના 251 જેટલા અમુલ્ય પુસ્તકો ભેટ સ્વરૂપે અપાયા છે. જે બદલ આ ટ્રસ્ટ તથા કચ્છ યુનીવર્સિટી દ્વારા શિવ શકિત સ્ટડી સર્કલના પ્રમુખ અને સર્વે ટ્રસ્ટીગણનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...