તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટની લપડાક:ડ્રાઇવર-કંડક્ટરનું પ્રિમિયમ ભર્યું હોય તો ગમે તે કારણમાં વળતર ચૂકવવું પડે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષ પૂર્વે થયેલા અકસ્માતની ઘટનામાં વીમા કંપનીને હાઇકોર્ટની લપડાક
  • ટ્રીબ્યુનલે વળતર માટે કરાયેલી અરજી રદ્દ કરતા અપીલ કરવામાં અાવી હતી

18 વર્ષ પૂર્વે કંડલા ડોક લેબર બોર્ડની અેમ્બ્યુલન્સ દર્દીને લઇને કારણે ચાલકનું મૃત્યું થયું હતું, જેમાં મોટર વ્હીકલ અેક્ટ 1988ની કલમ હેઠળ 30 લાખ રૂપિયા વળતર મેળવવા મોટર અેક્સિડન્ટસ કલેઇમ્સ ટ્રીબ્યુનલ ગાંધીધામ સમક્ષ અરજી કરવામાં અાવી હતી, વિમા કંપનીઅે રજૂ કરેલા હાઇકોર્ટના ચૂકાદાના અાધારે ટ્રીબ્યુનલે અરજી રદ્દ કરતા અપીલ કરવામાં અાવી હતી જેમાં હાઇકોર્ટ તરફથી વિમા કંપનીને લપડાક અાપતો ચૂકાદો કરવામાં અાવ્યો હતો. અકસ્માતનું કારણ ગમે તે હોય પણ ડ્રાઇવર-કંડકટરનું પ્રિમિયમ લેવાયું હોય તો વળતર ચુકવવું પડે છે.

ગત 24-03-200ના કંડલા ડોક લેબર બોર્ડની અેમ્બ્યુલન્સ દર્દીને લઇ ગાંધીધામથી અમદાવાદ જતી હતી ત્યારે અકસ્માતમાં ડ્રાઇવરનું મોત થયું હતું. 30 લાખ રૂપિયા વળતર મેળવવા માટે મોટર અેક્સિડન્ટસ કલેઇમ્સ ટ્રીબ્યુનલ ગાંધીધામ સમક્ષ અરજી કરવામાં અાવી હતી. અા કેસમાં અકસ્માત અેમ્બ્યુલન્સ ચાલકની બેદરકારીના કારણે થયેલ હોઇ સંપુર્ણ વળતર મેળવવા હક્કદાર નથી, કામદાર વળતર ધારા હેઠળ મર્યાદીત વળતર મેળવવા હક્કદાર છે તેવી દલીલ કરવામાં અાવી હતી. બાદમાં વીમા કંપનીઅે અરજદારની ગેરહાજરીમાં ગુજરાત હાઇકોર્ટને અેક ચુકાદો રજૂ કર્યો હતો જેને લક્ષમાં રાખીને ટ્રીબ્યુનલે અરજી રદ્દ કરતા અપીલ કરવામાં અાવી હતી.

ટ્રીબ્યુનલ સમક્ષ રજૂ થયેલા ચુકાદામાં અેસ.ટી. ડ્રાઇવરની બેદરકારીને કારણે અકસ્માત થયો હતો, તેમજ અેસ.ટી. તરફથી વિમા કવચ લેવામાં અાવતું નથી. બંને પક્ષ વચ્ચે અપીલ મુદ્દે દલીલ થયા બાદ અપીલ ગ્રાહય રાખવામાં અાવી હતી અને કેસ લાર્જર બેન્ચને રીફર કરવા માટે ચુકાદો અાપી કેસ રીફર કરાયો હતો.+

કંપનીઅે ડ્રાઇવર-કંડકટરનું રીસ્ક કવર કરવા માટે વધારાનું પ્રિમિયમ વસુલ કરેલ હોય તો ડ્રાઇવરની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં વળતર સંપુર્ણ રકમ ચૂકવવા વીમા કંપની જવાબદાર છે તેમજ સબેરાબીબી ખીસામીયા ઉમરમીયા વગેરે કેસમાં ડીવીજન બેન્ચે સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે તે યોગ્ય છે તેવો ચૂકાદો અાપ્યો હતો. અા કેસમાં લાર્જર બેન્ચ સમક્ષ કલેઇમન્ટસ વતી અેમ. ટી. અેમ. હકીમે દલીલ રજૂ કરી હતી જેની સાથે હેમલ શાહ, શંકરભાઇ સચદે, ઉર્મિશ સચદે, હિરેન સચદે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...