તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવી તાલુકાના ગોધરા ગામની પ્રાથમિક કન્યા શાળાના શિક્ષકે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન આચરેલા કથિત ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઇને સમસ્ત વાલીઓ તથા કન્યા શાળા વ્યવસ્થાપન સમિતિએ આ શિક્ષકને બીજે ખસેડવા માગણી કરી છે અને જો તેમની બદલી નહીં થાય તો શિક્ષણ વિભાગની રાજ્યકક્ષાની કચેરીમાં રૂબરૂ રજૂઆત, તે પછી ઉગ્ર આંદોલન અને શાળાને તાળાબંધી કરવાની ચેતવણી આપી છે.
સોમવારે શાળા સમિતિના સદસ્યો અને વાલીઓ ગોધરા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોષીની રાહબરી હેઠળ ભુજ આવીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં શાળાના શિક્ષક નિકુંજ લાલજીભાઇ પટેલે કરેલી ગેરરીતિઓના પુરાવા, તેના માફીનામા સહિતના આધારો સાથેનું આવેદન પત્ર પાઠવ્યું હતું, એ સમયે ગામના અગ્રણી હાજી મામદ સુલેમાન સીદી તથા અન્યો પણ જોડાયા હતા.
અનુ.જાતિની છાત્રાની શિષ્યવૃત્તિ પુત્રીના ખાતામાં જમા કરાવી !
શિક્ષક નિકુંજ પટેલે 2018 અને ‘19માં શાળાની વિદ્યાર્થીની સાક્ષી સરસિયાની અનુસૂચિત જાતિની શિષ્યવૃત્તિ તેના ખાતામાં જમા કરાવવાના બદલે પોતાતી દીકરીના ખાતામાં જમા કરાવતાં શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી)એ શિક્ષકને ઠપકો આપી, માફીપત્ર લખાવી, બે વર્ષની શિષ્યવૃત્તિના રૂા.2200 પાછા લીધા હતા અને છાત્રા સાક્ષીના ખાતામાં નાખ્યા હતા. તેમજ બદલી કેમ્પ ટાણે હું જતો રહી એવી બાંહેધરી આપતા બાળકના વાલીને આગળની કાર્યવાહી ન કરવા સમિતિએ સમજાવ્યા હતા. જોકે, કેમ્પમાં તેમની બદલી થઇ ન હતી.
કમ્પ્યુટરની ખરીદીમાં પણ કરી ખાયકી
શિક્ષક નિકુંજ અગાઉ આચાર્યના ચાર્જમાં હતા ત્યારે કમ્પ્યુટરની ખરીદીમાં તેમણે ખાયકી કરી હોવાની ગંધ એસએમસીને આવતા તપાસ કરાઇ, તો પોતે રોકડા રૂપિયા ખાધા છે તેવી કબૂલાત તેણે કરી હતી, બાદમાં આ રકમ પરત લઇ, ગરીબ વિદ્યાર્થી ફંડમાં જમા કરાવ્યા હતા, એટલું જ નહીં આ ગેરરીતિમાં સંડોવાયેલા દુકાનવાળાઅે પણ પોતાની ભૂલ સ્વિકારીને આચાર્યના કહેવાથી પોતે આવું કર્યાની વાત કરી હતી તથા શાળાને મફતમાં એક કમ્પ્યૂટર આપી, માફી માગી હતી.
સાથી શિક્ષક પાસે 15000ની લાંચ લેતા નાણા પાછા અપાવ્યા !
ત્રીજા કિસ્સામાં શિક્ષક નિકુંજ પટેલે શાળાના સાથી શિક્ષક પાસે લાંચના રૂા.15 હજાર લીધા હોવાનો આક્ષેપ કરતા એસ.એમ.સી.એ જણાવ્યું હતું કે, આ ફરિયાદ આવતા સમિતિએ 15 હજાર શિક્ષકને પરત કરાવ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.