તંત્ર:‘ભુજની સેન્ટ્રલ હોસ્પિ.ને મંજૂરી અપાશે તો કોરોનાનો ખતરો વધશે’

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે. પી. કોટેજ આસપાસ ના રહીશોની રજૂઆત

ભુજના ધમધમતા હોસ્પિટલ રોડ પર આવેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં કોવીડના દર્દીઓને સારવાર આપવાની મંજૂરી માગવામા આવી છે તેમ જણાવતાં હોસ્પિટલ કાર્યરત છે તે જે. પી. કોટેજ આસપાસના રહીશો અને વેપારીઓએ કોરોનાની સારવાર માટે પરવાનગી ન આપવા કલેક્ટર સમક્ષ માગ કરી છે.

રજૂઆતમાં જણાવાયા મુજબ હોસ્પિટલના સંચાલક દ્વારા કોરોનાની સારવારના કેન્દ્ર તરીકે મંજૂરી મેળવવા અરજી કરાઇ છે પણ આ વિસ્તાર ગીચ હોઇ જો આવી પરવાનગી અપાશે તો સંક્રમણનો ખતરો વધશે. આ વિસ્તારમાં દુકાનો, બેંકો, હોસ્પિટલો આવેલી છે જેમા દિવસભર મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે તેવામાં જો કોરોનાની સારવાર માટે મંજૂરી અપાશે તો નર્સિંગ અને પેરા મેડિકલ સ્ટાફની આવન જાવનથી ચેપી વાયરસ ફેલાવાની દહેશત છે. સેન્ટ્રલ હોસ્પિટલની સ્વતંત્ર બિલ્ડિંગ નથી અને જે. પી. કોટેજમાં કાર્યરત છે જેમા રહેણાકના ફ્લેટ તેમજ ખાનગી ઓફિસો પણ છે. અહિ આવનારા મુલાકાતીઓ પણ સંક્રમિત થાય તેવો ખતરો છે. આ સંજોગોમાં હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે છૂટ ન અપાય તેવી માગ ડો. મીત રામાણી, નિલેશ સી. વ્યાસ, વિજય ઠક્કર, હરેશ ભાનુશાલી, કપિલ શાહ, વિનેશ ગોર સહિતના 90 જેટલા રહીશો અને વેપારીઓએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...