તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • If The Administrator Does Not Change, The Panchayat Will Be Locked Up, The Villagers Will Submit An Application To The Collector.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:જો વહીવટદાર ન બદલે તો સુખપર પંચાયતને તાળાબંધી, ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપી કરી રજુઆત

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિભાજન બાદ 9 મહિને પણ ચૂંટણી ન થતા હાલાકી

ભુજ તાલુકામાં સુખપર ગ્રામ પંચાયતનું 9 મહિના પહેલા વિભાજન થયું છે, જેથી વહીવટદાર નિમવામાં અાવ્યો છે. પરંતુ, વહીવટદારના મનસ્વી અને ઉધ્ધત વર્તનથી ગ્રામજનો કંટાળી ગયા છે. કલેક્ટરને આવેદન પાઠવી વહીવટદાર બદલવા માંગ કરાઇ છે.

માધ્યમોને માહિતી અાપતા ગ્રામજનોઅે જણાવ્યું હતું કે, વહીવટદાર જી.વી. ચાૈધરી સપ્તાહમાં માત્ર બે દિવસ અેક અેક કલાક માટે જ અાવે છે. ગ્રામજનોને કામ પડે અને કોલ કરી બોલાવે તો પૂછાણું લે છે કે તમને મારા મોબાઈલ નંબર કોણે અાપ્યા. મારે ચૂંટણીમાં ઊભવું નથી અને તમારા મત જોઈતા નથી અેટલે તમારાથી થાય તે કરી લ્યો. અેવો ઉદ્ધત જવાબ અાપી દે છે. માજી સરપંચ માવજી રાબડિયાઅે જણાવ્યું હતું કે, ગામની 28 હજાર ઉપરાંતની વસતી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા વિકાસ કામો અટકી ગયા છે. જો સોમવાર સુધી વહીવદારની બદલી ન થાય અથવા તો ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ નક્કી ન થાય તો ગ્રામ પંચાયતની કચેરીને તાળાબંધી કરી દેશું અને વહીવટદારની પ્રવેશબંધી કરી દેશું.

દબાણકારની ગાડીમાં મહાલે છે
ગ્રામજનોઅે અાક્ષેપ કર્યો હતો કે, વહીવટદાર ખોટા સાચા કામ કરે છે. દબાણકારોને પ્રોત્સાહન અાપે છે. દબાણકારની ગાડીમાં મહાલે છે. ગ્રામ પંચાયતના માજી સદસ્યઅે મનીષા વેલાણીઅે જણાવ્યું હતું કે, સત્વરે ચૂંટણી કરો અથવા તો વહીવટદાની બદલી કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો