ડીસેલિનેશન પ્લોટનુ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત:જો જો ગુંદિયાળી ડીસેલિનેશન પ્લાન્ટના હાલ જોડિયા જેવા ન થાય

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીએમ દ્વારા 2017માં ખાતમુહૂર્ત થયેલો પ્રકલ્પ અસ્તિત્વમાં જ નથી !
  • મુન્દ્રા નજીક આકાર પામનારા સ્ટીલ પ્લાન્ટને રૂ.350 કરોડનો ફાયદો કરાવવા સરકારે 700 કરોડનું આર્થિક ષડયંત્ર કર્યું હોવાનો એનસીપીનો આક્ષેપ

આજે વડાપ્રધાન વાજતે ગાજતે ગુંદિયાળી નજીકના ડીસેલિનેશન પ્લોટનુ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવાના છે. કરોડોનું એક મસમોટુ આર્થિક ષડયંત્ર માત્ર છે તેવો ખુલ્લો આક્ષેપ કચ્છ જિલ્લા એનસીપીના ઉપાધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છના માંડવી, મુંદ્રા, ભુજ, અબડાસા તેમજ લખપત તાલુકાના કથિત 300 ગામો હયાત નર્મદા નેટવર્કસમાથી અંજાર અને વરસામેડી પપીંગ સ્ટેશનોથી નિયમિત 150 એમએલડી પાણી સપ્લાય થાય જ છે. તેમ છતા ટપ્પર ડેમથી 18 કીમી લાંબી 1200 મીમી વ્યાસની ડુપ્લીકેટ પાઇપલાઇન પાથરવાના કામો ચાલી રહયા છે અને તે ફેબ્રુઆરી 2020 થી પાણી વહન શરુ કરશે.

હકીકતે ગુંદિયાળી નજીકના સાતસો કરોડના ડીસેલીનેશન પ્લાન્ટથી સો એમએલડી પાણી પ્રજાને નહી પરંતુ મુંદ્રા નજીક આકાર પામનાર સ્ટીલ પ્લાન્ટને રૂ.350 કરોડનો ફાયદો કરાવવા રાજય સરકારે આખું ષડયંત્ર રચ્યું છે અને તેમાથી 50 એમએલડી જથ્થો આ સ્ટીલ પ્લાંટને આપવાનું આયોજન છે, 2017-18માં સ્ટીલ પ્લાંટ નાખનાર કંપની પોતાની કંપની માટે કુકડસર ગામ નજીક રુ.350 કરોડનું ડીસેલીનેશન પ્લાન્ટ 50 એમએલડી ક્ષમતાનુ નાખવાની હતી અને GWIL ગાંધીનગર દ્વારા ગુંદિયાળી નજીક બનાવવાનું નકકી કરેલ તથા તેની તમામ પ્રક્રિયાઓ પણ આટોપી લેવામા આવેલ હતી. પાછળથી રાજય સરકારે અચાનક રાતો રાત અગાઉ મંજુર કરેલ તમામ પ્રક્રિયાઓ રદ કરી હતી. એનસીપી ઉપાધ્યક્ષ દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ કંપની પાસેથી સાડા ત્રણસો કરોડ ડીપોઝીટ લઈને કામો કરવાના બદલે રાજય સરકાર પોતાની તિજોરીમાંથી નાણા વાપરી કંપનીને સીધો ફાયદો કરવાનું આક્ષેપ કરેલ છે.

અગાઉ જોડિયા નજીક ESSELL INFRA ને 300 કરોડમાં 50 એમએલડી ક્ષમતાનુ ડીસેલીનેશન પ્લાન્ટ બનાવવાના આદેશ કરેલા અને વડાપ્રધાન મોદી દ્વારા જ તા. 5-3-2019ના એવી જ રીતે વર્ચ્યુઅલ ઉદઘાટન જામનગરથી કરેલ હતુ તેનો અસ્તિત્વ જ નથી આજે અને એજેસીને બ્લેકલીસ્ટ કરી પચાસ કરોડની બેંક ગેરેંટી રકમ ભ્રષ્ટાચાર આચરી પરત કરેલ છે. આ પ્રોજેકટનના હાલ એવા ન થાય તેની જવાબદારી કોણ લેશે. છેલ્લે સ્ટીલ કંપની, જિંદાલ કંપની અને અદાણી કંપનીઓને ૫૦ એમએલડી આપવા પુરતો ચલાવશે તેવો આક્ષેપ ઈશ્વર દાદલાની દ્વારા કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...