તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:માંડવી, મુન્દ્રા અને નલિયામાં નવા વર્ષે આઈ.બી. નવી બિલ્ડિંગમાં કામ કરશે

માંડવી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમુદ્ર વિસ્તારનો સમાવેશ થતું હોવાના કારણે અનેક ગતિવિધિઓ પર વોચ રાખી શકાશે
  • 1.91 કરોડના ખર્ચે ત્રણ જગ્યાએ આધુનિક બિલ્ડીંગનો નિર્માણ કાર્ય પૂર્ણ થવાના આરે

કચ્છ સરહદી વિસ્તાર હોવાથી સુરક્ષા હેતુ માટે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ખાસ કામગીરી કરતી ખુફિયા એજન્સીઓ માટે સૌપ્રથમ કચ્છમાં ખાસ ઓફીસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના આધારે એ જ પદ્ધતિથી ગુજરાતમાં પણ હવે બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. માંડવી, નલિયા અને મુન્દ્રા સમુદ્ર વિસ્તારમાં હોવાથી કોસ્ટગાર્ડ તેમજ અન્ય સુરક્ષા માટે અને અનેક ગતિવિધિઓ પર વોચ રાખી શકાય તે હેતુથી સ્ટેટ આઈ.બી. માટે 1.91 કરોડના ખર્ચે ત્રણ જગ્યાએ આધુનિક બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાના આરે હોવાથી ટૂંક સમયમાં નવી બિલ્ડિંગમાં એજન્સીઓ કામગીરી કરતી થઈ જશે.કચ્છમાં સૌ પ્રથમવાર આઇબીની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય બાદ એ જ પ્લાનિંગ મુજબ બીજા તબક્કામાં ગુજરાત આખામાં નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે.

ગ્રાઉન્ડ પ્લસ વન ઓફિસમાં ઇન્ટેલિજન્સ ઓફિસ, ખાસ ચેમ્બર, ઇન્ટ્રોગેશન રૂમ, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, કોમ્પ્યુટર રૂમ, પાર્કિંગ સહિતની વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે. કચ્છ આખામાં દસ તાલુકામાં ઓફીસનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, અંજાર ખાતે ઓફિસ ચાલુ કરી દેવાઇ છે ત્યારે માંડવી, મુન્દ્રા અને નલિયા ખાતે દિવાળી પહેલા ફર્નિચર આવી જતા નવા વર્ષથી ઑફિસમાં કામગીરી ચાલુ કરવામાં આવશે તેવું આઈબીના એસપી ભગીરથસિંહ જાડેજાએજણાવ્યું હતું. તો બીજીતરફ, પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં સ્ટેટ આઇબીમાં માત્ર 52 કર્મચારી દ્વારા ખુફિયા એજન્સીનો કામ ચલાવાઇ રહ્યો છે, વર્તમાનમાં સીધી ભરતી કરવામાં આવતી હોવાથી પોલીસમાંથી આઇબીમાં લેવામાં આવતા હતા તે પ્રક્રિયા બંધ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો