અરજી રદ:પોલડીયામાં પત્નીનો કાન કાપનાર પતિની જામીન અરજી ના મંજૂર

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોકરાના કપડા બદલવા મુદે છુટું લાકડું મારી છરીથી કાનને કાપી નાખ્યા હતા

માંડવી તાલુકાના પોલડીયા ગામે છકરાના કપડા બદલવા બાબતે ઉસ્કેરાઇને પત્નીને છુટુ લાકડું મારી છરીથી કાન કાપી નાખવાના કેસમાં આરોપી પતિની રેગ્યુલર જામીન અરજી ભુજ સેસન્સ કોર્ટે ના મંજૂર કરી છે.પોલડીયા ગામે કોલીવાસમાં રહેતા નરેશ કારાભાઇ કોલીએ ગત 19 સપ્ટેમ્બરની સાંજે છોકરાના કપડા બદલવા બાબતે ઉસ્કેરાઇ જઇને તેમની પત્ની વનિતાબેન પર છુટું લાકડી ફેંકી ભૂંડી ગાળો આપી ગડદાપાટુનો માર મારીને છરીથી જમણા કાન પર ઇજા પહોંચાડી કાન કાપી નાખ્યો હતો.

જે સબંધે ગઢશીશા પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત વનિતાબેને તેમના પતિ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. ગઢશીશા પોલીસે નરેશ કોલી સામે આઇપીસી કલમ 498(એ), 326,323,294(બી), 506(2) તેમજ જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં આરોપી નરેશે ભુજની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરતાં ભુજના છઠ્ઠા અધિક સેસન્સ જજ સી.એમ.પવારની કોર્ટમાં કેસ ચાલી જતાં બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીની જામની અરજી રદ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...