દુર્ઘટના:પુનડીમાં પત્ની રીસામણે જતા પતિએ સસરાનું ઘર સળગાવ્યું

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુનડીમાં પત્ની રીસામણે જતા પતિએ સસરાનું ઘર સળગાવ્યું

માંડવી તાલુકાના પુનડી ગામે માવતરે ત્રણ માસથી રીસામણે પત્ની બેઠી હોઇ ઉશ્કેરાયેલા પતિએ સસરાના ઘરમાં જ્વલનશીલ પદાર્થ વડે આગ લગાળી બારી દરવાજા અને ટીવી સહિતનો સામાન બાળી નાખતાં માંડવી પોલીસ મથકમાં આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પુનડી ગામે મફતનગરમાં રહેતા હરેશભાઇ વાલજીભાઇ મહેશ્વરીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ શનિવારની વહેલી સવારથી રવિવારની રાત્રીના એક વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદીની બહેન જીવાબેન ત્રણ માસથી માવતરે રીસામણે બેઠી હોઇ ભુજ તાલુકાના મેઘપર ગામે રહેતા પતિ રમેશ નારાણભાઇ મહેશ્વરીએ ફરિયાદી અને તેમની બહેન જીવાબેન સાથે ગાળા ગાળી કરી મુઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરિયાદીના ઘરમાં જ્વલનશીલ પદાર્થ વળે ઘરના બારી, ઘરમાં પડેલો પ્લાયવુડનો દરવાજો અને ટીવી સળગાવી દીધા હતા. માંડવી પોલીસે આરોપી વિરૂધ આઇપીસી 436,294(ખ) 506(2) મુજબ ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઇ આર.સી. ગોહિલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...