તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજીવન કેદ:ભારાપરમાં પત્નિને જીવતી સળગાવી દેનારા પતિને આજીવન કેદની સજા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફ્રિઝ પરથી ફોન પડી જવાથી બંધ થતાં પતિએ ઉશ્કેરાઇ જઇને કર્યું હતું કૃત્ય

ભુજ તાલુકાના ભારાપર ગામે બે વર્ષ પૂર્વે ફ્રીઝ પર ચાર્જીંગમાં રાખેલો ફોન ભુલથી પડી જવાથી બંધ થઇ ગયો હતો તેનો ગુસ્સો પત્નિ પર ઠાલવી પતિએ પત્નિને જીવતી સળગાવી દેનાવાના ચકચાર કેસમાં ભુજની સેશન્સ કોર્ટે પતિ આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસની વધુ વિગત મુજબ ગત 2019ના મે મહિનાની 6 તારીખે ભુજ તાલુકાના ભારાપર ગામે રહેતા આરોપી આમદ ઓસ્માણ કુંભારે તેનો ફ્રીઝ પર પડેલો ફોન આપવા પત્નિ શરીફાબાઇને જણાવ્યું હતું. શરીફાબાઈ હાથમાં ફોન લઈને આવતા હતા ત્યારે ભુલથી ફોન નીચે પડી જતા સ્વિચઓફ થઈ ગયો હતો. આ નજીવી બાબતે પત્ની જોડે ઝઘડો કરી કરી ઉશ્કેરાઈ જાઈને પતિ આમદે પત્નિ શરીફાબાઈ પર કેરોસીનનો કેરબો ઠલવીને દિવાસળી ચાંપી જીવતી સળગાવી દીધી હતી.

ત્યારબાદ ગંભીર હાલતમાં સારવાર દરમિયાન શરીફાબાઈનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ માનકૂવા પોલીસે પતિ આમદ કુંભાર સામે આઈપીસી કલમ 302,498 હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં અધિક સેશન્સ જજ સી.એમ. પવારે 12 મૌખિક પુરાવા અને 25 દસ્તાવેજી પુરાવા તપાસી બન્ને પક્ષોના વકીલોની દલોલી સાંભળી પતિ આમદ કુંભારને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ વિપુલ ડી. કનૈયા, હેમાલી ટી.પરમાર, સઈદબીન આરબ, મહેશ સીજુ હાજર રહીને દલીલો કરી હતી. જ્યારે સરકારી પક્ષે એડવોકેટ દિનેશભાઈ ઠક્કર હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...