તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:માંડવીના ભાડામાં પત્નિ સાથે છુટાછેડા બાદ પતિનો આપઘાત

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશલપર(વાં)માં ઝેરી દવા પી લેનાર વૃધ્ધે દમ તોડ્યો

માંડવીના ભાડા અને ભુજ તાલુકાના દેશલપર ગામે અપમૃત્યુના બે બનાવોમાં યુવાન અને વૃધ્ધનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના ભાડા ગામે રહેતા 33 વર્ષીય દીનેશભાઇ મુળુભાઇ ગઢવી નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં સોમવારે સાંજના પોણા આઠ પહેલા ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે માંડવી પોલીસને ભાડા ગામના ભીમશી પાલુભાઇ ગઢવીએ જાણ કરતાં માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઇન્ચાર્જ પીઆઇ આર.સી.ગોહિલે તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તારણ મુજબ હતભાગીને ફીટની બીમારી હતી અને થોડા સમય પહેલા પત્નિ સાથે છુટા છેડા લીધા હોવાનું અને એકલો રહેત હોવાથી તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતુ. તો, ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામે ગત 24 એપ્રિલના સાંજે પાંચ વાગ્યાના અરસામાં દેશલપર ગામે બસ સ્ટેશન આગળ જુની પંચાયત પાસે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર મહેન્દ્રભાઇ બચુભાઇ રાઠોડ (ઉ.વ.60)ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા 14 દિવસની સારવારના અંતે સોમવારે અંતિમ શ્વાસ લીધો હતો. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ પીએસઆઇ બી.એસ.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...