હુમલો:સાંયરામાં પનિહારીની છેડતી કરનાર પર પતિનો હુમલો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે નોંધ્યો ગુનો

અબડાસા તાલુકાના સાંયરા ગામે શુક્રવારે સવારે પનિહારીની છેડતી કરનાર છકડા ચાલક પર પતિએ કુહાડીથી હુમલો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

સાયરા ગામે રહેતી પરિણીતા સવારે ગામના વાલીયા તળવામાં પાણી ભરવા ગઇ હતી ત્યારે ગામના છકડા ચાલક મુન્નો ઉર્ફે વિરભદ્રસિંહ હરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે મહિલાની એકલતાનો લાભ લઇ હાથ પકડી શારિરીક છેડછાડ કરતાં ભોગબનાર મહિલા રાડા રાડ કરી હતી. પરંતુ સ્થળ પર કોઇ ન હોવાથી તે ઘરે જઇને ઘટના અંગે જાણ કરતાં ફરિયાદી મહિલાના પતિએ જૈન દેરાસર ચોકમાં ઉભેલા આરોપીને પત્નિની છેડતી કરવા મુદે કુહાડીથી હુમલો કરીને હાથ પગમાં ઘા મારી ઇજા પહોંચાડી હતી.

ભોગબનાર મહિલા અને ઘાયલ શખ્સે કોઠારા પોલીસ મથકમાં છેડતી અને માર માર્યા સબબ અરસ-પરસ ફરિયાદ નોંધાવી હતી.કોઠારા પોલીસે છકડા ચાલક સામે આઇપીસી કલમ 354, 354 (એ) તેમજ ફરિયાદી મહિલાના પતિ વિરૂધ આઇપીસી કલમ 323,324 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...