તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Hunter Caught With A Native Gun At Ratadia Seam Handed Over To Police, Investigation Launched To Nab Two Other Marines

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રતડિયાની સીમમાં દેશી બંદુક સાથે પકડાયેલો શિકારીપોલીસને સોંપાયો, અન્ય બે સાગરીતોને ઝડપી લેવા તપાસ શરૂ કરી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવીના મોટી ઉનડોઠ અને રતડિયા જતા રોડ પર આવેલી વિગણી નદીના પટ પરથી દેશી બંદુક અને મોટા છરા સહિતના હથિયારો સાથે મોટા રતડીયાના શખ્સને વનતંત્રે ઝડપી પાડી ગઢશીશા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

બનાવ અંગે માંડવી નોર્મલ રેન્જના ઇન્ચાર્જ વનપાલ શૈલેશભાઇ ઇશ્વરભાઇ પટેલે પકડાયેલા આરોપી મોટા રતડીયાના રામજી મીઠુ કોલી સામે ગઢશીશા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવાયો હતો. મંગળવારે બપોરે માંડવી નોર્મલ રેન્જની ટીમના ફરિયાદી સહિતના સભ્યો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોટા રતડિયાના આરોપી રામજી મીઠુ કોલીને ઝડપી પાડ્યો હતો. તેના કબજામાંથી દેશી સિંગલ બેરલવાળી બંદુક, લોખંડના 4 મોટા છરા તેમજ 1 નાની છરી સહિતના હથિયારો કબજે કર્યા હતા. આરોપીએ પાસે બંદુકનું સાયસન્સ ન હોવાથી હથિયારો સાથે ગઢશીશા પોલીસ મથકને સોંપી તેના વિરૂધ આર્મ એક્ટનો ગુનો નોંધાવ્યો હતો. આ ઘટના અંગે ગઢશીશા પીઆઈ આર.ડી.ગોજિયાએ જણાવ્યું હતું કે, પકડાયેલો આરોપીએ શિકાર કર્યો ન હતો પરંતુ તે શિકારની સોધમાં હતો. તેમજ તેની સાથે અન્ય બે જણાઓ પણ હતા. તેઓને ઝડપી લેવાની કાર્યવાહી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો