તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી દુર્ઘટના ટળી:ભુજના RTO સર્કલ પર મહાકાય ટ્રેલર ઘુસી ગયું, ટ્રેલર બેકાબૂ બનતા અફરાતફરી સર્જાઈ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદનસીબે આસપાસ કોઈ વાહનચાલક ના હોઈ જાનહાનિ ટળી

માધાપરથી ભુજ શહેરમાં પ્રવેશતા આરટીઓ ચાર રસ્તા પરના સર્કલમાં આજે સવારે એક મહાકાય કન્ટેનર ટ્રેલર ધડાકાભેર ઘુસી ગયું હતું. જેના પગલે વાહન વ્યવહારથી સતત ધમધમતા માર્ગ પર જોરદાર ધડાકાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કાયમી ચહલ પહલ ધરાવતા સર્કલ પર આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ટ્રેલર ચાલકને પગના ભાગે ઇજા થયાનું જાણવા મળ્યું હતું.

અકસ્માત રોકવા અને વાહનો પર નજર રાખવા જે તંત્રની જવાબદારી છે એવા આરટીઓ કચેરી નજીકના આરટીઓ સર્કલ પર બ્રેક ફેઈલ થઈ જતા કે પછી ડ્રાયવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતથી શહેરમાં ચિંતાનો માહોલ ખડો થયો હતો. અને સુંદર સર્કલને ભારે નુકશાન પણ પહોંચ્યું હતું.

ગત વર્ષમાં છ મોટા અકસ્માત થયા છે
ભુજથી માધાપર જાવ માટેના આ એકમાત્ર રસ્તા પર દરરોજ નાના વાહનોની સંખ્યા પણ અનેક હોય છે, ત્યારે માધાપર તરફથી પશ્ચિમ કચ્છ તરફ જતા ભારેથી અતિ ભારે વાહનો અહીંથી પસાર થાય છે. જેને કારણે ગત વર્ષમાં છ જેટલા મોટા અકસ્માત થયા હતા. જેમાં એક અકસ્માતમાં તો બાઈક ચાલક વૃદ્ધ દંપતિમાંથી પુરુષના પગ કપાઈ ગયા હતા અને બાદમાં મૃત્યુ થયું હતું.

બિન જરૂરી સ્પીડ બ્રેકર્સ હટાવવા જોઈએ
જી.કે.જનરલ હોસ્પિટલ થી ભુજીયા તરફ જતા ચડાવ પર જ ત્રણ થી ચાર સ્પીડ બ્રેકર્સ છે. જેને કારણે ભારે વાહનોની ગતિ રોકાઈ જાય છે, અને નાના વાહનોનો પાછળ જમાવડો થઈ જાય છે. મોટા વાહનો શટ ડાઉન થવા રોજીંદુ બન્યું છે. આ રસ્તા પર આરટીઓ સર્કલ, કચેરી અને આઇજી બંગલો પાસે ઢાળ હોવાથી બમ્પ જરૂરી છે, પરંતુ સામેની તરફ અર્થહીન છે.

3 કલાક સુધી સર્કલનો વળાંક બંધ
તોતિંગ ટ્રેઇલર એંકર વાલા સર્કલ સાથે અથડાતા આત્મારામ સર્કલ તરફથી આવતા રસ્તાનો આ સર્કલ પાસેનો વળાંક ત્રણ કલાક સુધી બંધ રહ્યો હતો. ઘટના સ્થળ પર પોલીસ તરત પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. ભારે વાહનને પણ ત્યાંથી ટો કરી ખસેડી લેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...