તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • How Many Active Patients In Kutch 451 Or 341? Big Difference Between The Figures Of District Panchayat And State Government

વિવાદ:કચ્છમાં સક્રિય દર્દીઓ કેટલા 451 કે 341 ? જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારના આંકડામાં મોટો તફાવત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંકડા છુપાવવામાં તંત્ર ‘સક્રિય’ મોતના આંકડા બાદ હવે એક્ટિવ કેસમાં પણ મસમોટા ભેદથી ઉઠતા સવાલો

કચ્છમાં કોરોના જેમ-જેમ બેકાબુ થઇ રહ્યો છે, તેમ તેમ જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાતા આંકડાઓની વિશ્વસનીયતા ઘટી રહી છે. મોત તથા પોઝિટિવ દર્દીઓની સંખ્યા છૂપાવવા આંકડા ખોટા દર્શાવાઇ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે, તેમ હવે એક્ટિવ દર્દીઓના આંકડા પણ ખોટા હોય તેવું બહાર આવ્યું છે. કારણ કે જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાતા આંકડા અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાતા આંકડામાં જમીન-આસમાનનો તફાવ છે. જિલ્લા પંચાયતના આંકડા પ્રમાણે કચ્છમાં એક્ટિવ દર્દીઓ માત્ર 341 છે. જોકે રાજ્ય સરકારના મતે આ આંકડો અધધ 451 છે ! રાજ્ય સરકારના કોરોના ડેશબોર્ડની સંખ્યા પ્રમાણે એક્ટિવ કેસોમાં કચ્છ રાજ્યમાં સાતમાં ક્રમનો જિલ્લો છે.

આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં કોરોનાના આંકડાઓની યાદી અગાઉથી જ વિવાદોમાં છે. તો હાલ બીમારીનું બિહામણું ચિત્ર છુપાવવા માટે ઓછા આંકડા બતાવાઇ રહ્યા હોવાના આક્ષેપો છે. ખાસ કરીને મોતના આંકડા છૂપાવાઇ રહ્યાં છે. અનેક લોકોના મોત કોરોનાથી થઇ ગયા હોવા છતાં તંત્રએ તે મોતના આંકડા જાહેર કર્યા નથી. તો હવે છેલ્લા થોડા દિવસોથી કચ્છમાં એક્ટિવ કેસોમાં પણ જિલ્લા પંચાયતની યાદીમાં ગફલો થઇ રહ્યો છે.

તા. 19/9 સુધી કચ્છમાં જિલ્લા પંચાયતની યાદી પ્રમાણે 341 એક્ટિવ કેસો છે. જોકે જિલ્લા પંચાયતના દાવાથી ઠીક વિપરીત ગુજરાત સરકારના કોરોનાના આંકડા દર્શાવતી વેબસાઇટ કોરના ડેશબોર્ડમાં કચ્છમાં એક્ટિવ કેસ અધધ 451 છે. ચોંકાવનારી વાત એ છે કે એક્ટિવ કેસમાં હાલ કચ્છ રાજ્યમાં સાતમાં ક્રમે છે ! જે ખૂબ જ ગંભીર બાબત છે.

મોતના આંકડાઓમાં તો તમામ સ્તરે વિસંગતતા !
કોરોનાના મોતના આંકડામાં તો કચ્છથી લઇને ગાંધીનગર સુધી વિસંગતતા છે. કચ્છ જિલ્લા પંચાયતની યાદીમાં મોતનો આંકડો 58 છે. પણ ખરેખર કોરોના હોય અને તે દરમિયાન મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીઓનો આંકડો 90થી ઉપર છે. તો બીજીબાજુ કોરોના ડેશબોર્ડમાં તો આ આંકડો માત્ર 32 છે !

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો