વિકાસ અંગે પ્રશ્નો કર્યો:કચ્છમાં ઠંડી કેવી છે? : વડાપ્રધાને ભુજના પેજ પ્રમુખ સાથે કર્યો સંવાદ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અફાટ સફેદ રણ, વૈશ્વિક ધરોહર ધોળાવીરાને પણ મોદીએ યાદ કર્યા

ભુજના પેજ પ્રમુખ સાથેના સંવાદમાં વડાપ્રધાન મોદીઅે કચ્છમાં ઠંડી કેવી પડે છે? તેવા પ્રશ્ન સાથે અફાટ સફેદ રણ અને વૈશ્વિક ધરોહર ધોળાવીરાને પણ યાદ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેજ પ્રમુખો સાથે સંવાદ કરીને લોકોના ખબર અંતર પૂછી રહ્યા છે. વ્યવસાયે અેમ.અાર. અને ભુજના પેજ પ્રમુખ અેવા હરેશ મહેશ્વરી સાથેના સંવાદમાં વડાપ્રધાન મોદીઅે શરૂઅાતમાં કચ્છમાં ઠંડી કેવી પડે છે અને કચ્છવાસીઅો કેમ છે? તેવો પ્રશ્ન કર્યો હતો.

ત્યારબાાદ કચ્છના સફેદ રણમાં રણોત્સવની સ્થિતિ શું છે, તેમાં પ્રવાસીઅો અાવે છે કે કેમ?. તેમણે ધોળાવીરામાં પણ ટેન્ટસિટી ઉભી કરાતાં લોકોને રાત્રિ રોકાણ માટેની સુવિધા મળી રહેશે તેવું જણાવી, કચ્છમાં થયેલા વિકાસ અંગે લોકો શું કહે છે? તેવો પણ પ્રશ્ન કર્યો હતો. વધુમાં પેજ પ્રમુખ મહેશ્વરી ઉપરાંત તેમની સાથે સંકળાયેલા લોકોમાંથી કેટલા લોકો મન કી બાત કાર્યક્રમ સાંભળે છે, તેનો ફોટો નમો અેપ પર અપલોડ કરવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...