તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ભુજ 34.9 સાથે સૌથી ગરમ, નલિયા 9ના આંકે ઠંડીમાં અવ્વલ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • બેવડી ઋતુના કારણે શરદી, તાવ, ઉધરસના દર્દી વધ્યા

કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી નીચા અને ઉંચા તાપમાન વચ્ચે 20થી 25 ડિગ્રીના તફાવત સાથે બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. ભુજ સતત બીજા દિવસે 34.9 ડિગ્રી સાથે રાજ્યમાં ગરમ શહેર બન્યું હતું તો નલિયામાં ફરી ઠંડી એક આંકમાં આવી જતાં 9 ડિગ્રીએ ફરી અવ્વલ ક્રમનું ઠંડું નગર બન્યું હતું. ભુજમાં મહત્તમ આંશિક ઉંચકાઇને 34.9 પર પહોંચ્યું હતું તો ન્યૂનતમ પણ આંશિક ઘટીને 17.2ના આંકે રહેતાં વિષમતા અનુભવાઇ હતી. બીજી બાજુ નલિયામાં પારો 3 ડિગ્રી જેટલો નીચે સરકીને 9 રહ્યો હતો જેના કારણે રાત્રે ફરી ઠંડીએ જોર પકડ્યું હતું.

વધુમા વધુ ઉષ્ણતામાન 33.8 રહેતાં 24 ડિગ્રી જેટલા તફાવત સાથે નગરજનો બેવડી મોસમથી અકળાયા હતા. કંડલા એરપોર્ટ ખાતે 32.9 અને 13 જ્યારે કંડલા પોર્ટ પર 31.1 અને 16 ડિગ્રી નોંધાયું હતું.છેલ્લા કેટલાક સમયથી દિવસે ગરમી અને રાત્રે ઠંડક પ્રસરતી હોવાથી શરદી, તાવ અને ઉધરસના દર્દીઓમાં વધારો થઇ રહ્યો હોવાનું તબીબી સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. કોરોના હજુ પણ નાબૂદ ન થયો હોવાથી આવા લક્ષણો હોય તો તેને હળવાશથી ન લઇને વહેલાસર નિદાન-સારવાર કરાવવી આવશ્યક છે તેમ તબીબોનું કહેવું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો