હવામાન:કચ્છમાં ઉકળાટ અનુભવાયો, કાલથી ઠંડી પડવાની સંભાવના

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ સરેરાશ દોઢ ડિગ્રી ઉંચકાવાની સાથે ગરમી વધી
  • નલિયામાં​​​​​​​ એક આંક ઘટીને 17.6 રહેતાં રાજ્યમાં સૌથી ઠંડું

કચ્છમાં ગત ગુરૂ અને શુક્રવારે માવઠાના પગલે ઘટી ગયેલું મહત્તમ તાપમાન શનિવારથી ક્રમશ: વધી રહ્યું છે. સપ્તાહના ઉઘડતા દિવસે સોમવારે ઉંચું ઉષ્ણતામાન સરેરાશ દોઢ ડિગ્રી ઉંચકાવાની સાથે ઉકળાટ અનુભવાયો હતો. જો કે, ન્યૂનતમ એક ડિગ્રી ઘટીને 17.6 રહેતાં ઠંડીમાં મોખરાના સ્થાને જારી રહ્યું હતું. બીજી બાજુ જિલ્લામાં બુધવારથી ઠંડી પડવાની વકી વ્યક્ત કરાઇ છે.

જિલ્લામાં સૌથી ગરમ રહેલાં ભુજમાં પારો 1.6 આંક ઉંચકાઇને 33.6 ડિગ્રીએ પહોંચતાં બપોર ગરમ બની હતી. ફરી અનુભવાયેલા ઉકળાટે શહેરીજનોને અકળાવ્યા હતો. ન્યૂનતમ સ્થિર રહ્યું હોય તેમ 20.2 ડિગ્રીએ મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. ઠંડીમાં અવ્વલ ક્રમ જાળવી રાખનારા નલિયામાં નીચું તાપમાન 17.6 જ્યારે મહત્તમ 33.6 ડિગ્રી રહેતાં વિષમતા અનુભવાઇ હતી. કંડલા એરપોર્ટ મથકે પણ ઉંચું ઉષ્ણતામાન દોઢ આંક વધીને 32.6 નોંધાયું હતું જેને પગલે ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારમાં ગરમીની આણ વર્તાઇ હતી.

કંડલા બંદરે મહત્તમ 32.4 જ્યારે લઘુતમ 22.1 ડિગ્રી રહેતાં વાતાવરણ સમશીતોષ્ણ રહ્યું હતું. દરમિયાન બુધવારથી કચ્છભરમાં રાત્રિનું તાપમાન 3થી 5 ડિગ્રી જેટલું નીચું જવાની શક્યતા છે તેમ હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...