મુલાકાત:ગૃહમંત્રી અમિત શાહ આજે ભુજ આવશે આવતીકાલે મા મઢવાળીને શીશ ઝુકાવશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ જાહેર ન જ કરાયો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેઓ બુધવારે ભુજ આવ્યા બાદ ગુરુવારે ધોરડો કાર્યક્રમમાં અને ત્યારબાદ દેશદેવીના દર્શનાર્થે માતાના મઢ જશે. જો કે, આ અંગે વહીવટી તંત્ર દ્વારા કોઇ જ કાર્યક્રમ હજુ સુધી જાહેર કરાયો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશના ગૃહમંત્રી અમિત શાહ તા.11/11, બુધવારના સાંજે ભુજ આવી પહોંચશે અને ભુજ અથવા તાલુકાના ધોરડોમાં રાત્રિ રોકાણ કરશે.

તા.12/11, ગુરુવારના ધોરડો ખાતેના સરપંચ સંમેલનમાં ભાગ લેશે. ત્યારબાદ દેશદેવી મા આશાપુરાને માથું ટેકવવા માતાના મઢ જશે, જેને લઇને માતાના મઢમાં પણ હેલીપેડ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ લખપત તાલુકાના સરહદી ગામોમાં જશે તેવી શક્યતા દર્શવાઇ રહી છે. આ અંગે તંત્ર દ્વારા સત્તાવાર કોઇ જ કાર્યક્રમ જાહેર કરાયો નથી. સરહદે વિવિધ એજન્સીઓ પણ સક્રીય થઇ છે. જખાૈ કોસ્ટગાર્ડ, નેવીએ મોરચો સંભાળ્યો છે. કોટેશ્વર ક્રિકમાં લખપત 1175 સુધી બી.એસ.એફ.ની બોટો સતત પેટ્રોલિંગ કરી રહી છે. વધુમાં ધોરડો નજીક રણમાં બી.એસ.એફ. દ્વારા પગપાળા અને ઊંટ મારફતે પહેરો ભરવામાં આવી રહ્યો છે. મંગળવારે અટપટા નાલાઓમાં હેલીકોપ્ટરથી પણ નિરીક્ષણ સાથે બાજ નજર રાખવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીના બંદોબસ્તમાં 1,500 પોલીસ જવાનો-અધિકારીઓ રહેશે તૈનાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કચ્છ મુકલાકાતના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ 1,500 જેટલા પોલીસ અધિકારી કર્મચારી જવાનો ફાફલો જડબેસલા બંદોબસ્ત સાથે તૈનાત થઇ ગયો છે. અબડાસા તાલુકાની પેટા ચુંટણી તેમજ રાજ્યપાલના બંદોબસ્તમાં પશ્ચિમ કચ્છ પોલીસ રોકાઇ છે ત્યાં 11 અને 12ના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધોરડો ખાતે આવશે ત્યારે ગૃહમંત્રીના આગમનમાં પશ્ચિમ કચ્છના 3 ડિવાયએસપી, પીઆઇ,પીએસઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સહિત 1,500 જેટલા પોલીસ જવાનો ઉપરાંત ક્યુઆરટી સાથે એસઆરપી સહિતના જવાનો સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...