સ્નેહમિલન:ભુજ તાલુકા પ્રજાપતિ સમાજના યોજાયેલા સ્નેહમિલનમાં જ્ઞાતિના ઉચ્ચ શિક્ષીત વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલુકા પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન રાજગોર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયું હતું. માધાપરની ધ્રુવી બીપીન ચાવડાએ સ્વાગત ગીત સાથે અન્ય બાળાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેનું સંચાલન જાહ્નવી નવીનભાઈ પ્રજાપતિએ કર્યું હતું. ભોજન વાડીના દાતા હસમુખભાઈ કે. પ્રજાપતિ પરિવાર અને લાઈટ, મંડપ, ડેકોરેશન, માઈકના દાતા ભીમજીભાઇ વી. ચોનાણી પરિવાર સહિત અન્ય અગ્રણી હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. બાદમાં ચાલુ વર્ષે ગ્રેજ્યુએશન, માસ્ટર અને ઉચ્ચ ડિગ્રી મેળવેલા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સ્મૃતિચિહ્નથી સન્માન કરાયું હતું.

નિવૃત કલેકટર પ્રવીણભાઈ વી. નાથાણી, અંજાર પાલિકાના નગરસેવક સુરેશભાઈ ઓઝા, દામજીભાઈ ઓઝા, અનિલભાઈ હમીપરા, અરજણભાઈ પ્રજાપતિ, ઉષાબેન હસમુખ ઓઝા, અંકિતા હર્ષ વારૈયા વગેરે અગ્રણીઓએ સમાજ વિશે પ્રવચનો આપ્યા હતા. પ્રમુખ અંજાર પાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ સહિત જિલ્લાના વિવિધ જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ સમાજ અને યુવા મંડળના કાર્યકરો રમેશભાઈ વારૈયા, બીપીન ચાવડા, નવીનભાઈ ચોનાણી, પ્રભુભાઈ હમીપરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ઉમેદ વી. નાથાણી અને આભારવિધિ ડી.કે. ઓઝાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...