તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:હાઇસિક્યુરીટી નંબર પ્લેટ વિભાગ બે દિવસથી બંધ રહેતા ભારે હાલાકી

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેચ.અેસ.અાર.પી. સેન્ટર બંધ હોય તો વાહન પાસિંગની કામગીરી પણ ન થઇ શકે
  • નંબર પ્લેટનો સ્ટોક ન હોવાને કારણે સેન્ટર બંધ રખાયું હોવાની વાત સામે આવી

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનો સમય અગિયાર વાગ્યાનો છે. અરજદારો પોતાની કામગીરી કરાવવા માટે અાવી જતા હોય છે પણ અમુક કામગીરી બપોરે બાર વાગ્યા પછી જ ચાલુ થતી હોય છે. છેલ્લા બે દિવસથી અેચ. અેસ. અાર. પી. નંબર પ્લેટ સેન્ટર બંધ હોવાથી વાહનમાં નંબર પ્લેટ લાગી શકી ન હતી. નંબર પ્લેટ લાગેલી ન હોય તો વાહન પાસિંગની કામગીરી પણ થઇ શકે નહીં.

ભુજની કચેરીઅે પાસિંગમાં અાવતા વાહનોમાં નંબર પ્લેટ લગાવવી ફરજીયાત છે જેથી નંબર પ્લેટ લગાવવા માટે વાહનને અેચ.અેસ.અાર.પી. સેન્ટર પાસે લઇ જવાય છે. મંગળવાર અને બુધવાર અેમ સતત બે દિવસ નંબર પ્લેટ સેન્ટર બંધ રહેતા વાહનમાં નંબર પ્લેટ લાગી ન હતી જેથી અાગળની કામગીરી કરાવી શકયા ન હતા. નંબર પ્લેટ લાગેલી ન હોવાથી વાહન પાસિંગ માટે ચકાસણી પણ કરી શકાઇ ન હતી. નંબર પ્લેટનો સ્ટોક ન હોવાને કારણે સેન્ટર બંધ રાખવામાં અાવ્યો છે તેવી વાત વહેતી થઇ હતી તો બીજી તરફ સેન્ટરના સુપરવાઇઝર બિમાર હોવાને કારણે સેન્ટરના સટર ખુલ્યા નથી તેવી ચર્ચા પણ જાગી છે.

આરટીઓના બદલે અેમ્બોઝ વગરની કોરી પ્લેટો સંસ્કાર નગરમાં રખાઇ
ભુજની અાર.ટી.અો.માં અાવેલા હાઇસિક્યુરીટી નંબર પ્લેટના સેન્ટરમાં કોરી પ્લેટનો સ્ટોક ન હોવાની વાત વહેતી થઇ છે, તો સુત્રોઅે કહ્યું હતું કે, નંબર પ્લેટનો સ્ટોક અારટીઅોમાં રાખવાનો હોય છે અને નંબર પ્લેટ ગાડીમાં લગાવ્યા સિવાય અાર.ટી.અો. બહાર લઇ જવાની મનાઇ છે. તો અેમ્બોઝ વગરની કોરી પ્લેટો સંસ્કાર નગરની અેક દુકાનમાં રાખવામાં અાવી છે. કોરી પ્લેટો ત્યાં શા માટે રાખવામાં અાવી છે તે નક્કી કરી શકાયું નથી તેમજ ત્યાંથી સ્ટોક લઇ ભુજ અાર.ટી.અો.ના સેન્ટરમાં લાવી વાહન માલિકોને હેરાનગતી થતા અટકાવી શકાય તે અંગે પણ નિર્ણય લેવાયો નથી.

અન્ય સમાચારો પણ છે...