તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

22 કરોડની છેતરપિંડી મામલો:લાયજા પોર્ટના નામે ઠગાઇમાં કરનારા આરોપીઓની અરજી ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોતાના વિરૂદ્ધ FIR અને તપાસ ન થાય તે માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી
  • ચકચારી કેસમાં કોર્ટે અરજી રદ્દ કરતા ત્રણેય આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો બન્યો

માંડવી તાલુકાના લાયજામાં પોર્ટના નામે 22 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી, જે કેસમાં આરોપીઓ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ ન થાય તે માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી જે રદ્દ થતા આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.આ કેસના ત્રણ ખારોપીઓએ પોતાની સામે તપાસ ન કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે અરજી ફગાવી દીધી છે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કરશન કેશવ ગઢવી તેમજ તેના ભાગીદાર અને મિત્ર પ્રભુભાઇ રામભાઇ ગઢવી અને રમેશ કાનગર ગોસ્વામીએ લાયજામાં ભારતનું સૌથી મોટો પોર્ટ બની રહ્યું છે તેવી વાતો કરી પોર્ટના નામે નકલી દસ્તાવેજો બતાવીને રોકાણકારોને આકર્ષી ર કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી.

આરોપીઓએ લોભામણી જાહેરાત આપી હતી કે, લોજીસ્ટીક પાર્ક હજાર કરોડથી વધારે રકમનું પ્રોજેક્ટ લઇન કરો. પરંતુ રોકાણકારો પાસેથી દસ્તાવેજ મામલતદાર કચેરીના ખોટા સહી સીક્કા સાથે આપી 22 કરોડ પડાવી લેવાયા હતા, ભોગ બનનારે મામલતદાર કચેરીમાં તપાસ કરાવતા પોતે ઠગાઈનો શીકાર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી આરોપીઓનો સંપર્ક કરતા ભારે વિખવાદ થયો હતો બાદમાં સમાધાન માટે ચર્ચા વિચારણા થઇ હતી અને 2018માં બે વર્ષની મુદ્દતના ચેક અપાયા હતા પણ તે ચેક બેંકમાંથી રિટર્ન થયા હતા.

આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. 2017માં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા પશ્ચિમ કચ્છ એસપીને ફરિયાદ અરજી આપી હતી તે અરજી તળે ફરિયાદ ન થતા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લીકેશન કરાઇ હતી જેથી કોર્ટ દ્વારા ડિસેમ્બર 2017મા આદેશ અપાયો હતો કે, તાત્કાલીક એફઆઇઆર દાખલ કરવી અને ગુન્હો ન બનતો હોય તો 15 દિવસમાં ફરિયાદીને તેની જાણ કરવી. તા. 28-03-2018ના આરોપીઓએ સમાધાન કર્યો હતો,જે સમાધાન કરારમાં મધ્યસ્થિ તરીકે અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવી, મુસ્લિમ સમાજના હાજી સલીમ જત તેમજ જયંતીલાલ ઠક્કર હતા, આરોપીઓએ ભોગ બનનારે 25-4-2020ના ચેક ભોગ બનનારને આપ્યા હતા. જો ચેક પરત થાય તો ફરિયાદ દાખલ કરાવી શકશે તેવી બાહેંધરી સમાધાન કરારમાં આપી હતી. જે ચેક 5-4-2020ના ચેક પરત ફરતા આખો કાૈભાંડ ચર્ચામાં આવ્યો હતો અને પશ્ચિમ કચ્છ એસપીને અરજી આપી હતી.

આ કેસમાં મમતાબેન જયંતિલાલ ઠક્કર દ્વારા માંડવી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી, જમીન બાબતે દલાલ તરીકે ભૂમિકા ભજવનારા કરશન કેશવ ગઢવી, પ્રભુરામ ગઢવી અને રમેશગર ગુસાઈએ 25.32 એકર જમીનનો સોદો કરી 2.28 કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી. વર્ષ 2011માં કુલ સાત લોકો સાથે ઠગાઇ થઇ હતી જેમના પાસેથી 22 કરોડ જેટલી રકમ પડાવી લેવાઇ હતી. જે કેસમાં ત્રણ આરોપીઓએ પોતાની સામે તપાસ ન કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી 8 જુલાઈના હાઈકોર્ટમાં યોજાઈ હતી.

પરંતુ કોર્ટ 12 તારીખ આપતા 12 તારીખે સુનાવણી યોજાઈ હતી, જેમાં કોર્ટે એ વાતનું મુલ્યાંકન કર્યું કે, ફરિયાદીને ફરિયાદ કરવાનો અને તપાસનીશને તપાસ કરવાનો અધિકાર છે જેથી આરોપીઅોની અરજી ફગાવી દેવાઇ હતી. આમ, ત્રણેય આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ મધ્યે કૃતિબેન એમ. શાહ, આશીષ ડગલી, હાર્દિક દવે અને અમીત ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...