સિદ્ધિ:કચ્છની સત્ય ઘટના પરથી બનેલી ‘હેલ્લારો’ કાન્સ ફેસ્ટિવલમાં પહોંચી

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ગુજરાતી પ્રથમ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે

કચ્છના વાગડમાં બનેલી સત્ય ઘટના ‘ વ્રજવાણી નો ઢોલ ‘  પર આધારિત ફિલ્મ ‘ હેલ્લારો ‘ કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહી છે. દિગ્દર્શન અને કર્ણપ્રિય સંગીતને કારણે સફળ રહેલી તેમજ રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ગુજરાતી પ્રથમ ફિલ્મ આ સ્તરે પહોંચી છે.  કચ્છ સાથે સંકળાયેલી અને અભિષેક શાહ દિગ્દર્શિત હેલ્લારો ફિલ્મની કાન્સ ફેસ્ટિવલમાં પસંદગી કરવામાં આવી છે. ઘણા બધા એવોર્ડ મેળવી ચૂકેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને મરાઠી ફિલ્મ માઈ ઘાટની કાન્સ ફિલ્મમાં પસંદગી કરવામાં આવે છે. હેલ્લારો ફિલ્મ કચ્છનો ઇતિહાસ સાથે સંકળાયેલી છે. દર્શકોએ આ ફિલ્મ ખૂબ વખાણી છે તો તેનું સંગીત અને કોરિયોગ્રફી પણ આ ફિલ્મને સફળ બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે.

દેશના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ 2020માં ભારતીય પેવેલિયનનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષ કાન્સમાં ભારત દ્વારા ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને મરાઠી ફિલ્મ માઈ ઘાટને મોકલવામાં આવી છે. 2019માં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 66માં નેશનલ એવોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હેલ્લારો ફિલ્મની સર્વ શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો પુરસ્કાર અપાયો હતો. કચ્છના રણમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કચ્છી કાફીને યાદ અપાવે તેવા ગીત લોકપ્રિય બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સત્ય ઘટના આધારિત અનેક નાટક કચ્છ અને કચ્છ બહાર ભજવાયા છે. રણોત્સવમાં પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ આ રચના રજૂ કરાઈ હતી અને પ્રસંશા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...