તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી માટે ફોર્મનો ભારે ઉપાડ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા મથક ભુજમાં અેક સાથે 150-200 ફોર્મ લેવાયા

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સોમવારે જાહેરનામું બહાર પડ્યું હતું, જેથી પ્રથમ દિવસે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઅોમાં ઉમેદવારી ફોર્મમાં ઉપાડ વધ્યો હતો, જેમાં લખપત તાલુકામાં 65, અબડાસા તાલુકામાં 42 અને રાપર તાલુકામાં 35 ફોર્મ ઉપડ્યા હતા. જોકે, જિલ્લા મથક ભુજમાં અેક સાથે 150-200 ફોર્મ લેવા અાવનારા પણ હતા.

કચ્છમાં 13મી ફેબ્રુઅારીઅે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. 15મી ફેબ્રુઅારીઅે ઉમેદવારી ચકાસણી થશે. 16મી ફેબ્રુઅારીઅે ફોર્મ પાછી ખેંચી શકાશે. ત્યારબાદ 28મી ફેબ્રુઅારી રવિવારે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. જો જરૂર પડે તો 1લી માર્ચના પુન:મતદાન માટે તારીખ રખાઈ છે. ત્યારબાદ 2જી માર્ચના મત ગણતરી થશે અને 5મી માર્ચના ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે, જેથી કચ્છ જિલ્લા પંચાયતની 40 બેઠક, દસેદસ તાલુકા પંચાયતની 186 બેઠક અને 5 નગરપાલિકાની 196 બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવા પ્રથમ દિવસથી જ ધસારો થઈ ગયો છે, જેમાં લખપત તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠક માટે 12 અને તાલુકા પંચાયતની 16 બેઠક માટે 53 ફોર્મ ઉપડ્યા હતા.

જ્યારે અબડાસા તાલુકામાં જિલ્લા પંચાયતની બેઠક માટે 6 અને તાલુકા પંચાયતની બેઠક માટે 36 ફોર્મ ઉપડ્યા હતા. રાપર તાલુકામાં નગરપાલિકાની ચૂંટણી થવાની નથી, જેથી તાલુકા પંચાયતની 24 બેઠક માટે 35 ફોર્મ ઉપડ્યા હતા.

ઉમેદવારી પત્ર મફત છે, લેવામાં ક્યાં વાંધો છે
ઉમેદવારી ફોર્મ મફત મળે છે, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલચૂક થાય તો બે ત્રણ ફોર્મ વધારાના લેવાતા હોય છે. અે સિવાય પક્ષો ડમી ઉમેદવાર માટે વધારાના ફોર્મ લેતા હોય છે. પરંતુ, જિલ્લા મથક ભુજમાં જિલ્લા પંચાયતની બેઠક માટે અેકસાથે 150થી 200 ફોર્મ લેનારા પણ નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો