તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:કચ્છના વાગડ વિસ્તારના ગામોમાં જોરદાર વરસાદ ખાબક્યો

ભુજ3 મહિનો પહેલા
  • ખારોઇ, ચોબારી, મનફરા અને નિલપર વિસ્તારમાં ધોધમાર વરસાદ
  • પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં થતા વરસાદથી સારા ચોમાસાના સંકેત થયા

કચ્છમાં આમતો અષાઢી બીજના દિવસથી વરસાદના અમી છાંટણા બાદ ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વર્ષે વૈશાખ માસથી મેઘમહેરની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે મુન્દ્રા અને રાપરમાં છાંટા પડ્યા બાદ આજે ભચાઉ તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદથી શેરીઓમાં પાણી વહી નીકળ્યા છે.

જગતના તાત એવા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો

આજે ગુરુવારે મધ્યાહને બપોરના 2 વાગ્યાથી ભચાઉ તાલુકાની ઉત્તર દિશાએ આવેલા ખારોઇ, ચોબારી, મનફરા અને કણખોઈ સહિતના વિસ્તારમાં મેઘમહેર થતા ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. જેના પગલે જગતના તાત એવા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે. હાલમાં પડી રહેલી ગરમી અને સવારના ઉકળાટ બાદ વહેલાસર થયેલા વરસાદના આગમનથી બાળકો અને લોકોએ ભરપૂર આનંદ મળ્યો હતો. ભચાઉ નગરમાં પણ બપોરે 1 વાગ્યા દરમ્યાન સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું હતું. કબરાઉ આંબરડીમાં પણ વરસાદ પડયાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન ભચાઉના શાસ્ત્રી હરેશભાઇ જોશીએ કહ્યું હતું કે આજે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રમાં વરસાદ થવો જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે. જે વરસાદ માટે સારા વર્ષના સંકેત છે.

રાપર તાલુકાના નીલપર ગામે તોફાની વરસાદ

રાપર તાલુકાના નીલપર ગામમાં ભારે પવનના કારણે લાઈટના થાંભલા પડી ગયા છે. તો કેટલાંક મકાનોના પતરા પણ ઉડ્યા છે. તથા ભારે પવનથી વીજ પોલ પડી જતા ગામની લાઈટ બંધ થઇ હોવાનું નીલપર સરપંચ ભીખુભાઇ સોંલકીએ જણવ્યુ હતું

અન્ય સમાચારો પણ છે...