તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીમાં વધારો:કચ્છમાં હીટ વેવ, ભુજ 40.8 સાથે સૌથી ગરમ, કંડલા (એ) 40.4 ડિગ્રીએ બીજા ક્રમે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંગળવારથી પારો 42 કે 43 ડિગ્રીએ પહોંચવાની સંભાવના
 • કંડલા પોર્ટ પર 40.1 અને નલિયામાં 40 ડિગ્રી સાથે પ્રખર તાપ

રવિવારે હોલિકા દહન થશે તે પૂર્વે જ શુક્રવારે કચ્છમાં ફરી વળેલાં ગરમીના મોજાને પગલે મહત્તમ પારો 40 ડિગ્રીથી ઉપર ચડી ગયો હતો. રાજ્યમાં સૌથી ગરમ રહેલાં ભુજમાં ઉંચું ઉષ્ણતામાન 40.8 જ્યારે બીજા ક્રમના કંડલા એરપોર્ટ મથકે 40.4ના આંક સાથે આકરો તાપ પડ્યો હતો. કંડલા પોર્ટ પર 40.1 અને નલિયામાં પણ 40 ડિગ્રી રહેતાં સરહદી જિલ્લામાં ઉનાળો આકરો જાય તેવા એંધાણ વર્તાયાં હતા. દરમિયાન સોમવાર સુધી આટલું તાપમાન જારી રહેશે અને મંગળવારથી મહત્તમ 42થી 43 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.

હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરતાં જિલ્લા મથકે ઉષ્ણતામાપક પારો એક આંક વધીને 40.8 જેટલો રહેતાં મધ્યાહ્ને ઉનાળાનો અસલી મિજાજ જોવા મળ્યો હતો. ગરમીના કારણે બપોરે 1 વાગ્યા બાદ લોકોએ કારણ વિના ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. રાજ્યમાં બીજા ક્રમના ગરમ કંડલા એરપોર્ટ મથકે મહત્તમ 40.4 ડિગ્રી થવાની સાથે ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારમાં કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. સમુદ્ર તટે હોવા છતાં કંડલામાં પણ 40.1ના ઉંચા આંક સાથે ઉનાળાના આકરા તેવર જોવા મળ્યા હતા. નલિયામાં મધ્યાહ્ને 40 જ્યારે પરોઢિયે 16 ડિગ્રી રહેતાં ભારે વિષમતા અનુભવાઇ હતી. રણકાંધીએ આવેલા ગામોમાં પણ પ્રખર તાપ અનુભવાયો હતો. હવામાન વિભાગની યાદી મુજબ સોમવાર સુધી ગરમીનું મોજું જારી રહેશે અને મંગળવારથી વધુ તેજ બનીને પારો 42થી 43 ડિગ્રી પર પહોંચે તેવી સંભાવના છે.

લોકોને તકેદારી રાખવા અનુરોધ
શનિ અને રવિવારે પણ કચ્છભરમાં ગરમીનું જોર યથાવત રહેવાની સંભાવનાએ લોકોને પૂરતું પાણી પીવાની સાથે જો બહાર જવાનું થાય તો માથું ઢાંકવા અને ઢીલા સુતરાઉ કપડા પહેરવાનો હવામાન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. સનસ્ટ્રોક લાગવાના કિસ્સામાં અસરગ્રસ્તને છાંયામાં સુવડાવીને શરીર પર ભીનું કાપડ ફેરવી તાત્કાલિક તબીબી સલાહ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો