હવામાન:તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું રહેતાં ગરમીમાં થઇ રાહત

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળા પૂર્વે જ કચ્છના માકપટમાં ઝાકળ વર્ષાથી માર્ગો ભીંજાયા

શનિવારે જિલ્લાભરમાં સવારથી સૂર્ય નારાયણના દર્શન સાથે ઉઘાડ નીકળ્યો હતો. તાપમાન સામાન્ય કરતાં સરેરાશ 2 ડિગ્રી જેટલું ઓછું રહેતાં તડકો નીકળવા છતાં ગરમીમાં રાહત અનુભવાઇ હતી તેની સાથે ચોમાસું વિદાય ભણી હોય તેમ જણાયું હતું. વરસાદી માહોલ વીખેરાઇ જતાં કિસાનો ખેતરોમાં વ્યસ્ત બન્યા હતા. માકપટમાં શિયાળો ન હોવા છતાં ઝાકળ વર્ષા થતાં સૂર્ય નારાયણના દર્શન મોડા થયા હતા.કચ્છમાં સૌથી ઉંચું તાપમાન કંડલા પોર્ટ અને કંડલા બંદરે 33.6 જેટલું નોંધાયું હતું જે સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું હતું.

ભુજમાં સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું મહત્તમ ઉષ્ણતામાન 33.2 ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં 32.4 ડિગ્રી રહ્યું હતું જે સામાન્યની તુલનાએ 2 આંક ઓછું હોવાનું હવામાન વિભાગની યાદીમાં જણાવાયું હતું. જિલ્લામાં ન્યૂનતમ સરેરાશ 24 ડિગ્રી રહેવાની સાથે મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. સવારે વાતાવરણમા આવેલા બદલાવથી માકપટના દેશલપર વાંઢાયમાં ઝાકળવર્ષા થઈ હતી. ચારે બાજુ ધુમ્મસનું આવરણ છવાઈ ગયું હતું અને આહ્લાદક નઝારો જોવા મળ્યો હતો. ઝાકળ પડતાં રસ્તાઓ ભીના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...