રાહત:કચ્છમાં ફૂંકાયેલા વૈશાખી વાયરાથી ગરમીમાં રાહત

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા (એ) મથકે પારો ઘટ્યો, કંડલા બંદરે વધ્યો

કચ્છમાં દિવસભર ફૂંકાયેલા વૈશાખી વાયરાના પગલે મહત્તમ તાપમાનમાં બેથી સાડા ચાર ડિસ્ગરી જેટલો ઘટાડો થતાં ગરમીમાં રાહત વર્તાઇ હતી. રાજ્યમાં પાંચમા ક્રમે ગરમ બનેલા એકમાત્ર કંડલા બંદરે પારો એક ડિગ્રી જેટલો ઉંચે ચડ્યો હતો. કંડલા પોર્ટ પર પ્રતિ કલાક સરેરાશ 19 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાવા છતાં ઉંચા ઉષ્ણતામાનનો પારો એક આંક વધીને 40.4 પર પહોંચતાં રાજ્યમાં પાંચમા ક્રમનું ગરમ મથક બનવાની સાથે કાળઝાળ ગરમીની હાજરી રહી હતી.

સોમવારે રાજ્યમાં બીજા ક્રમે ઉષ્ણ રહેલા કંડલા એરપોર્ટ મથકે પારો સાડા ચાર આંક નીચે ઉતરવાની સાથે સરેરાશ 14 કિલો મીટરની ગતિએ વૈશાખી વાયરો વાયો હતો અને મહત્તમ પારો 38.2 ડિગ્રી પર પહોંચતા ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમાં ગરમી ઘટી હતી. જિલ્લા મથક ભુજમાં દિવસ દરમિયાન પ્રતિ કલાક સરેરાશ 10 કિલો મીટરની ગતિએ પવન ફૂંકાયો હતો તેની સાથે અધિકત્તમ બે આંક ઘટીને 37 ડિગ્રી રહ્યું હતું દરમિયાન હવામાન વિભાગે બહાર પાડેલી યાદીમાં શુક્રવાર સુધી મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના નહિવત્ હોવાની સાથે ગરમીમાં રાહત બરકરાર રહેશે તેવો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...