તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીટ એન્ડ રન:માધાપરમાં હીટ એન્ડ રન : જીપની ઠોકરે મોપેડ ચાલક વૃધ્ધનું મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત મોત નિપજાવી ગાડી ચાલક નાસી જતાં નોંધાયો ગુનો

ભુજ નજીકના માધાપર ગામે શુક્રવારે સવારે સર્જાયેલા હીટ એન્ડ રનના બનાવમાં બોલેરો જીપે ઠકકર મારતાં મોપેડ સવાર વૃધ્ધને સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જયા બાદ આરોપી ગાડી લઇ નાશી છુટ્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે આઠ વાગ્યાના અરસામાં માધાપર નવાવાસ પાટ હનુંમાન નજીક હોટલ ટ્રીટોપની સામે બન્યો હતો. માધાપર યક્ષ મંદિર પાસે રહેતા શામજીભાઇ રામજીભાઇ ગોરસીયા (ઉ.વ.77) પોતાના મોપેડથી વાડી પર જઇ રહયા હતા.

ત્યારે વિરાંગના સર્કલ ક્રોસ કરતા ભુજોડી તરફથી પુરપાટ ઝડપે આવતી જીપના ચાલકે હતભાગીના મોપેડને અડફેટે લેતાં રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેને કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી જીપ ચાલક નાશી ગયો હતો. બનાવ સ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઇ ગયું હતું. ઘાયલ હતભાગીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી ડિવિઝન પોલીસે હતભાગીના પુત્ર નારાણભાઇ શામજીભાઇ ગોરસીયાની ફરિયાદ બોલેરો ચાલક વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઇ એમ. આર. મહેશ્વરીએ હાથ ધરી છે.

દેવપરગઢ નજીક બાઇક સ્લીપ થતાં પિતા-પુત્ર ઘાયલ
માંડવી તાલુકાના દેવપરગઢ ગામે રહેતા નરશીભાઇ ધનજીભાઇ મહેશ્વરી (ઉ.વ.42) અને તેમનો 13 વર્ષનો પુત્ર યશ નરશીભાઇ મહેશ્વરી બન્ને જણાઓ મોટર સાયકલથી ગઢશીશાથી દેવપરગઢ જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં પિતા-પુત્ર બન્નેને ઇજાઓ પહોંચી હતી. જેમને વિનોદભાઇ રતનશીભાઇ ઘેડાએ સારવરા માટે ભુજ જી.કે.માં હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ગઢશીશા પોલીસે જાણવા જોગ નોંધ લઇ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...