તહેવારમાં પણ રાહત નહીં:રજા મંજૂર ન થતા આરોગ્ય અધિકારી-કર્મચારીઓ હતાશ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમરજન્સી કારણો હોય તો જ રજા મંજૂર કરાઈ
  • કર્મયોગીઓને તહેવારમાં પણ રાહત નહીં

દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે,લોકો તહેવારોની તૈયારીઓમાં અને ઉજવણીમાં વ્યસ્ત બની ગયા છે ત્યારે જિલ્લામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાના વતનમાં પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરવા માટે મન બનાવ્યું છે. જેથી ઘણા સરકારી વિભાગના કર્મચારીઓ સોમવારથી જ રજા પર ઉતરી ગયા છે.જોકે આ વખતે આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓએ રજા માંગતા તેઓની રજા મંજૂર થઈ નથી. માત્ર આવશ્યક કે ઈમરજન્સી કારણો હોય તો જ તેઓની રજા મંજુર કરવામાં આવી છે.

આમ તો ગુરુવારથી ત્રણ દિવસ સુધી જાહેરરજા છે પણ પરિવાર અન્ય જિલ્લામાં રહેતો હોવાથી સરકારી કર્મચારીઓ આગોતરી બે ત્રણ દિવસની રજા મેળવીને મીની વેકેશન માણી લે છે.સરકાર દ્વારા આરોગ્ય સહિત તમામ કર્મચારીઓને રજા તો અપાય છે પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓની એક્સ્ટ્રા રજા મંજૂર કરાઈ નથી જેથી તેઓ હતાશ થઈ ગયા છે.એકતરફ છેલ્લા બે વર્ષથી આરોગ્ય કર્મયોગીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ વખતે કોવિડ નથી છતાં રજા મંજૂર ન થતા કચવાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...