તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કચ્છભરમાં આરોગ્ય અધિકારી-કર્મચારીઓને ફરજ પર બોલાવાયા

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે કોરોના સુરક્ષા ચક્ર રસીકરણ માટેની મેગા ડ્રાઇવ
  • માત્રને માત્ર મેડિકલ રજા જ મંજૂર કરાશે : જિલ્લા આરોગ્ય અધિકારી

આવતીકાલ મંગળવારે કચ્છ જિલ્લામાં કોરોના સુરક્ષા ચક્ર રસીકરણની મેગા ડ્રાઇવ યોજવામાં આવશે જેને પગલે આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા કેન્સલ કરી તાત્કાલિક ફરજ પર બોલાવવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે આ અંગે લેખિત પરિપત્ર જારી કર્યો હતો. જેમાં જણાવાયું કે, 31 તારીખ મંગળવારે કચ્છ જિલ્લામાં ‘મહા મંગળવાર કોરોના સુરક્ષા ચક્ર કોરોના રસીકરણ મેગા ડ્રાઇવ’ રાખવામાં આવી છે.

જેમાં જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખા,તાલુકા હેલ્થ ઓફીસ,સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ,સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરમાં ફરજ બજાવતા તમામ અધિકારી કર્મચારીઓને ફરજ પર હાજર રહેવાનું રહેશે જેથી જે અધિકારી-કર્મચારી રજામાં હોય તેઓએ તાત્કાલિક મંગળવારે ફરજ પર હાજર રહેવું.જો આકસ્મિક મેડિકલ રજામાં જવાનું થાય તો મેડિકલ રજા અંગે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએ જાણ કરવાની રહેશે.

રવિવારે ‘કેસ-ડિસ્ચાર્જ-રસીકરણ’ શૂન્ય
રવિવારે કચ્છ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી સાથે કોઈ દર્દીને રજા પણ મળી નથી આ ઉપરાંત રજા હોવાથી રસીકરણ પણ બંધ રહ્યું હતું આ સાથે હવે હોસ્પિટલમાં એક્ટિવ કેસની સંખ્યા 6 પર યથાવત રહી છે તહેવારોના દિવસોમાં જાહેર સ્થળોએ ભીડ વધુ એકત્ર થઈ રહી છે આ સંજોગોમાં લોકો સાવધાની રાખે અને સતર્ક રહી નિયમોનું પાલન કરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...