આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવાઓને મજબુત કરવા તેમજ રોગોનું નિવારણ થઈ શકે તેવા રોગોનું વહેલું નિદાન કરી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી 22 એપ્રિલ સુધી દરેક તાલુકામાં આરોગ્ય મેળા યોજવાનું નક્કી કર્યું છે.સોમવારે ભુજમાં 450 અને અંજારમાં યોજાયેલા મેળામાં 447 લાભાર્થીઓએ લાભ લીધો હતો.
ભુજ ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્ત્રીરોગ,બાળરોગ,આંખરોગ,કાન/નાક/ગળા, દાંતરોગ, જનરલ ઓપીડીનો લાભ દર્દીઓએ મેળવ્યો હતો.આ ઉપરાંત વિવિધ સરકારી વિભાગોની કામગીરી દર્શાવતા પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું.આરોગ્યની યોજનાઓ તેમજ વાહકજન્ય રોગો વિશે પણ માહિતી અપાઈ હતી.
ભુજ ખાતે કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરી, નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર, જીલ્લા પંચાયત આરોગ્ય સમીતીના ચેરમેન કરસનજી જાડેજા, TDO શૈલેષભાઇ રાઠોડ, THO ડો.ડી.કે.ગાલા સહિતના જ્યારે અંજાર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ રાજીબેન આહીર, નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન, તાલુકા આરોગ્ય અધીકારી ડો. રાજીવ અંજારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
બુધવારે માંડવી અને ગુરુવારે મુન્દ્રામાં આયોજન
બુધવાર તા.20 એપ્રિલના માંડવી સરકારી હોસ્પિટલ ખાતે જ્યારે ગુરુવારે 21 એપ્રિલના મુન્દ્રા સીએચસી ખાતે સવારે 9 કલાકેથી હેલ્થ મેળો શરૂ થશે.
આરોગ્ય મેળો એટલે નિદાનથી કરીને સારવાર સુધી બધું જ ફ્રી
દર્દીઓને પોતાના ખિસ્સામાંથી કોઈપણ જાતનો ખર્ચ ન થાય અને નિદાનથી લઈ સારવાર સુધી તમામ સેવાઓનો નિઃશુલ્ક લાભ દર્દીને મળે એ માટે આરોગ્ય મેળો યોજવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.