મતદાનની સાથે સાથે વેક્સિનેશન:કચ્છમાં સૌથી ઓછું રસીકરણ ધરાવતા રાપર તાલુકામાં 113 મતદાન મથકો પર આરોગ્ય વિભાગે વેક્સિનેશન હાથ ધર્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બદરગઢ, ખીરઇ, ગોવિદપર સહિતના ગામ ખાતે મતદાતાઓને વેક્સિન આપવામાં આવી

રાજ્યની સાથે સાથે કચ્છ જિલ્લામાં 361 ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, આ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં સૌથી ઓછી વેક્સિનેશનની કામગીરી થઈ છે તે રાપર તાલુકામાં મતદાનની સાથે વેક્સિનેશન પણ ચાલી રહ્યુ છે. રાપર તાલુકામાં 44 ગ્રામ પંચાયત માટે ચાલતા મતદાન પ્રક્રિયા સાથે 113 સ્થળે મતદાતાઓને ઇચ્છાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે.

રાપર તાલુકામાં સૌથી ઓછું વેક્સિનેશનઆ વિશે રાપર તાલુકા હેલ્થ ઓફિસર દિનેશ સુતરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ તાલુકામાં રસીકરણ ખુબ ઓછુ થયું છે. વેક્સિનનો પ્રથમ ડોઝ અને બીજા ડોઝનું પ્રમાણ ઓછું હોવાથી લોકોને કોરોના વિરુદ્ધની રસીનો લાભ અપાવવા પ્રાંત અધિકારી સાથે બેઠક કરી હતી. જે બાદ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતા મતદાતાઓને રસી આપવા હેતુ અલગ અલગ ગામોમાં કુલ 113 સ્થળે વેક્સિનેશનની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી છે. જેમાં ઇચ્છાનુસાર લોકો રસી મુકાવી શકે છે. રાપરના દિપુભા જાડેજાએ જણાવ્યું હતું કે તાલુકાના બદરગઢ, ખીરઈ વગેરે ગામોમાં લોકો મતદાન કર્યા બાદ રસી મુકાવતા નજરે ચડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...