તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:ખુદ હેલ્થ કેર વર્કર્સ રસી માટે નિરૂત્સાહી, 58 ટકાએ જ લીધી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16901ના લક્ષ્ય સામે 9808 વર્કરે વેક્સિન લીધી
  • સરકારી કર્મીમાં ઉત્સાહ, 78 ટકા રસીકરણ થયું

કચ્છમાં હેલ્થ કેર વર્કરને પ્રાથમિકતા આપીને 16 જાન્યુઆરીથી કોરોના સામે વેક્સિનેશન શરૂ કરાયું છે જેમાં ચોંકાવનારી રીતે હેલ્થ કેર વર્કર રસી લેવામાં નિરૂત્સાહી જણાઇ રહ્યા છે. અત્યાર સુધી 16901ના લક્ષ્ય સામે 9808 હેલ્થ વર્કરે વેક્સિન લેતાં 58 ટકા સિધ્ધિ મળી છે તેની સામે વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓએ ઉત્સાહ દર્શાવતાં 78 ટકા જેટલાએ વેક્સિન લીધી છે.

હેલ્થ કેર વર્કર માટે તા. 16/1થી વેક્સિનેશન શરૂ કરાયું છે જેના પ્રથમ દિવસે 509ની સામે 419 વર્કરે રસી લેતાં શરૂઆત સારી રહી હતી અને ચોથા તબક્કામાં તા. 22/1ના 559ની સામે 511 જેટલા વર્કરે રસી મુકાવતાં 91 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત થયું હતું પણ ત્યાર બાદ નિરૂત્સાહ સપાટીએ આવ્યો હોય તેમ બીજા જ દિવસે તા. 23ના માત્ર 42 ટકા વર્કરે રસી મુકાવી હતી.

આ ગ્રાફ તા. 31 જાન્યુઆરીએ તો ગંભીર રીતે નીચે ઉતરીને તે દિવસે 300 વર્કરને રસી મુકવાની હતી તેની સામે માત્ર 76 જણે જ વેક્સિન લેતાં માત્ર 25 ટકા જ સિધ્ધિ મળી હતી. આમ ખુદ આરોગ્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ નિરૂત્સાહી જણાઇ રહ્યા છે. બીજી બાજુ 31 જાન્યુઆરીથી સુરક્ષા, પંચાયત, મહેસૂલ, પાલિકા સહિતના કર્મચારીઓને રસી મૂકવાનું શરૂ કરાયું છે જેમાં પ્રથમ દિવસે 74 અને બીજા દિવસે ગ્રાફ ઉંચકાઇને 89 ટકા કર્મચારીઓએ રસી લીધી છે. અત્યાર સુધી 10518 સરકારી કર્મીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો હતો તેની સામે 8155 કર્મચારીઓએ કોવિડ સામેનું સુરક્ષા કવચ લેતાં 78 ટકા સિધ્ધિ મેળવી શકાઇ છે.

રસી સલામત છે ગભરાવ નહીં : નાયબ ડીડીઓ
આગળ ધપી રહેલા રસીકરણ અભિયાનમાં મંગળવારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિએ વેક્સિન લીધા બાદ કોરોના વોરિયર્સને રસી સલામત હોતાં ગભરાવાની જરૂર નથી તેમ કહ્યું હતું. મંગળવારે 270 હેલ્થ કેર વર્કરને રસી મૂકવાનું લક્ષ્યાંક હતું તેની સામે 206 આરોગ્ય કાર્યકરોએ વેક્સિન લેતાં 76 ટકા સિધ્ધિ મેળવાઇ હતી જ્યારે 2884 સરકારી કર્મચારીઓને રસી મુકવાનું નિર્ધારિત કરાયું હતું જેમાં 1924 કર્મચારીઓએ કોરોના સામેનું રક્ષા કવચ લેતાં 67 ટકા સફળતા મળી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે પાઠવેલી યાદી મુજબ રસી લેનારા કોઇ પણ કર્મચારીને આડ અસર જણાઇ ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો