તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઘરની સ્ત્રીઓને ફોન કરવાનાે વ્હેમ રાખી છરીના ઘા ઝીંક્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખીરસરા કોઠારા હત્યા કેસમાં પોલીસે ત્રણ અારોપીની અટકાયત કરી
  • મૃતકને અગાઉ પણ ધમકી અાપી હોવાની પિતાની કેફીયત

અબડાસા તાલુકાના ખીરસરા કોઠારા ઘરની સ્ત્રીઅોને ફોન કરતો હોવાનો વ્હેમ રાખી યુવકની હત્યા કરવામાં અાવી હોવાનો ખુલાસો થયો છે. કોઠારા પોલીસે સ્થાનિક યુવાન અને તેના બે ખેતમજુરની અટકાયત કરી હતી. મૃતકને અગાઉ પણ બે-ચાર વખત ધમકી અપાઇ હોવાની કેફીયત તેના પિતાઅે પોલીસને અાપી હતી.

શુક્રવારે સાંજથી મીતરાજસિંહ હઠિસિંહ જાડેજા (ઉ.વ.19) ગુમ થઇ જતા પરીજનોઅે શોધખોળ શરૂ કરી હતી, શનિવારે સાંજે તેની લાશ નદીપટમાં ખુલ્લી ભોખાળમાં મળી અાવી હતી. મૃતકના પિતા કોઠારા પોલીસ મથકે હત્યાની કલમ તળે ફરિયાદ નોંધાવી હતી કે, પોતાના ઘરની સ્ત્રીઅોને મિતરાજ ફોન કરતો હોવાનો વ્હેમ રાખી દિગ્વિજયસિંહ જાડેજા, તેની વાડીઅે મજુરી કરતા દિવાનસિંહ ઇન્દ્રસિંહ રાવશીખ અને અનિલકુમાર રામસ્વરૂપ રાજપુતે કાવતરૂ રચી તેને વાડીઅે બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા કરી ભોખાળમાં ફેંકી દીધો હતો.

પોલીસે ત્રણેય અારોપીની અટકાયત કરી કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી. મૃતકના પિતાઅે પોલસીને કેફીયત અાપી હતી કે, અગાઉ પણ ત્રણથી ચાર વખત મિતરાજને મારી નાખવાની ધમકી અાપી હતી તો પંદરેક દિવસ પૂર્વે મિતના ઘરે અાવી તેના ભાઇ-પિતાની હાજરીમાં ઝઘડો કરી ધમકી અાપી હતી, બાદમાં પિતા વચ્ચે પડી સમાજાવટ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...