તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્વિટર પર ટ્રેન્ડ:દેવનાથ બાપુનું ટ્વિટર હેન્ડલ વેરીફાઈ કરવા હેશટેગ રાષ્ટ્રીય સ્તરે ટોપ ટ્રેન્ડમાં

લાખોંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચર્ચીત લોકોના ટ્વીટર એકાઉન્ટ્સ વેરીફાઇ કરાતા હોય છે

એકલધામના મહંત યોગી દેવનાથ બાપુના ટ્વિટર એકાઉન્ટ વેરિફિકેશન માટે મંગળવારે દેશભરમાં ટ્વિટર પર ટ્રેન્ડ ચાલ્યો હતો. હજારો લોકો દેવનાથબાપુના સમર્થનમાં આવ્યા હતા.

દેવનાથ બાપુએ ભાસ્કરથી વાત કરતા જણાવ્યું કે,દેશભરમાંથી હજારો લોકોએ એકસાથે ટ્વિટ કરીને તેમના રાષ્ટ્રવાદી હેન્ડલને વેરીફાઈ કરવા માંગ કરી હતી.ઉલ્લેખનીય બાબત છે કે,સેલેબ્રીટી અને ચર્ચિત લોકોના એકાઉન્ટ્સ સોશ્યલ મીડિયામાં વેરીફાઈ થતા હોય છે. એ વચ્ચે દેશભરમાંથી ભાજપના સાંસદો અને ધારાસભ્યો સહીત લોકોએ મહંત દેવનાથ બાપુના એકાઉન્ટ વેરિફિકેશનની માંગ કરી હતી.

કચ્છમાં સૌથી વધુ ફોલોવર્સ યોગી દેવનાથ બાપુના !
સામાન્ય રીતે ભાજપ અને તેના નેતાઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધુ કરતા હોય છે, અને તેમન આઇટી અને સોશ્યલ મીડિયા સેલ પણ અલાયદો છે. છતાંય કચ્છના એક પણ રાજનેતાના ફોલોવર્સ મિલિયનમાં નથી પણ દેવનાથ બાપુના ફોલોવર્સ 1.2 મિલિયન છે. તેઓ હમેંશા રાષ્ટ્રવાદની વાત પોસ્ટ કરતા હોય છે.

અગાઉ ટિ્વટરે અેકાઉન્ટ સસ્પેન્ડ પણ કર્યું હતું !
ભડકાઉ અને વિવાદાસ્પદ અેકાઉન્ટને ટ્વિટર સસ્પેન્ડ કરે છે. અેકાદ વર્ષ પહેલા દેવનાથ બાપુના ટ્વિટ બાદ તેમનુ અેકાઉન્ટ પણ કંપનીઅે સસ્પેન્ડ કર્યું હતું. ત્યારે પણ દેશભરમાં દેવનાથ બાપુના સમર્થનમાં યુઝરોઅે ટ્વિટ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો