તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનતંત્રની બેધારી નીતિ:લખપત તાલુકામાં રોડ, પાણીના કામોમાં વન વિભાગની કનડગત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનતંત્રની બેધારી નીતિથી નારાજ લોકોની CMને રાવ
  • પવનચક્કી સંચાલકો દ્વારા અતિક્રમણ છતાં તંત્ર ચૂપ

લખપત તાલુકામાં પવનચક્કીના સંચાલકો દ્વારા મોટાપાયે અતિક્રમણ કરાયું છે તેમ છતાં વન તંત્ર ચૂપકિદી સેવી લીધી છે પરંતુ જીવન જરૂરી રસ્તા અને પાણીની લાઇનના કામમાં કનડગત કરાતી હોવાની રાવ ઉઠી છે. તાલુકામાં લોકોના હિતાર્થે અને જીવન જરૂરી અેવા રોડ, પાણીની લાઇન, વીજળીના કામોમાં જ વન વિભાગ દ્વારા કનડગત કરાય છે.

બીજી તરફ તાલુકામાં મોટાપાયે પવનચક્કીના કામો ચાલી રહ્યા છે અને પવચનચક્કીના સંચાલકો મીઠી ઝાડી, વન્ય સંપદાનો સોથ વાળી દઇ ખુદ વન વિભાગની જમીનમાં જ દબાણ કરી રસ્તા કાઢે છે, જે વન વિભાગને દેખાતા નથી. હાલે વર્ષો જૂના પાનધ્રો-દયાપર-સુભાષપર-મિઢિયારી માર્ગનું સમારકામ ચાલી રહ્યું છે, જેને વન વિભાગે અટકાવ્યું છે.

નર્મદાના પાણીની લાઇનનું કામ પણ વન તંત્રના વાંકે બે વર્ષથી ટલ્લે ચડ્યું છે. વન તંત્રની અા બેધારી નીતિથી સ્થાનિક લોકો વાજ અાવી ગયા છે. અા મુદ્દે જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા દેશુભા જાડેજાઅે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...