તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહેવાલ:ચેમ્બર ખોલવા હથોડા મારી ડ્રેનેજ બ્રાન્ચ જ ઢાંકણા તોડી નાખે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભુજ નગરપાલિકા - Divya Bhaskar
ભુજ નગરપાલિકા
 • ભુજ નગર પાલિકા એક કામ કરવા માટે બમણો ખર્ચ વધારવા માહિર
 • જરૂરી સાધનોનો ઉપયોગ કર્યા વિના સુધરાઇની કચેરીની સામે જ સત્યાનાશ વાળી દેવાયો

ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગટરની ચેમ્બર ઉપર આર.સી.સી.ના ઢાંકણા રાખવામાં આવે છે. જે ખોલવા પૂરતા સાધનો ન હોય તો હથોડા મારી તોડી નાખવામાં આવે છે. જોકે, ભારેખમ વાહનોના વજનથી ઢાંકણા તૂટતા હોવાનો અહેવાલ પણ કરી દેવાય છે. નવાઈની વાત એ છે કે, એ તર્ક સાથે લાખો રૂપિયાનો ખર્ચ માન્ય પણ રાખી દેવાય છે.

ભુજ નગરપાલિકામાં શહેરના લોકોની પ્રાથમિક સુવિધા જાળવવા 18થી 19 જેટલી શાખાઓ કાર્યરત છે. જેની સમિતિઓ પણ છે. જે સમિતિના ચેરપર્સન ખર્ચ ઉપર નજર ફેરવવાની તસદી લેતા નથી, જેમાં ગટરની શાખા દ્વારા ચેમ્બરના આર.સી.સી.ના ઢાંકણા બનાવવા ઓર્ડર ઉપર ઓર્ડર અપાતા રહે છે અને એના બિલ પણ મંજુર થઈ જાય છે. પરંતુ, કોઈને ક્યારે પ્રશ્ન નથી થતો કે, આર.સી.સી.ના ઢાંકણા તૂટે કેમ છે. શું ઠેકેદાર મજબૂત નથી બનાવતો. તાજેતરમાં ભુજ નગરપાલિકાની કચેરીની સામે ગટરની ચેમ્બર ખોલવાની કામગીરી ચાલતી હતી ત્યારે મજુરે હથોડા મારી ઢાંકણાનો સત્યાનાશ વાળી નાખ્યો.

જે તે સમયે મળેલી સામાન્ય સભામાં ટ્રેનેજ કમિટિના ચેરપર્સને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા પણ ધ્યાને ન લેવાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, લોક ડાઉન અનલોક થયા બાદ પ્રથમ વખત ટાઉન હોલમાં સામાન્ય સભા મળી હતી, જેમાં ડ્રેનેજ કમિટીના ચેરપર્સન દિલીપ હડિયાએ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. એટલું જ નહીં પણ વોટર સપ્લાય કમિટીના ચેરપર્સન કાૈશલ મહેતાએ તો ગટરની લાઈન બદલવાના વ્યર્થ ખર્ચની તર્કબદ્ધ રજુઆત પણ કરી હતી. આમ છતાં પેટભરીને સૂઈ ગયા હોય એમ અધિકારી કે કારોબારી સમિતિની આંખ ખૂલતી નથી.

ઢાંકણા બદલવાના ખર્ચ બાબતે કાંઈ જ ખબર નથી : ઈજનેર
ડ્રેનેજ બ્રાન્ચના ઈજનેર કૃણાલ ગઢવીને પૂછ્યું કે, ગટરની ચેમ્બરના ઢાંકણા બદલવા મહિને, વર્ષે કેટલો ખર્ચ આવે છે. તો તેમણે કહ્યું કે, મને એનો કાંઈ આઈડિયા નથી. તેમણે વધુમાં પૂછ્યું કે, તમારી સહી પછી મંજુર થતા હશે, કારોબારી સમિતિની બેઠકમાં તમે જ વિવિધ ખર્ચની મંજુરી માટે ફાઈલ રજુ કરતા હશો. તો તમને અંદાજ તો હશે ને. તો તેમણે ફરી કહ્યું કે, કાંઈ આઈડિયા નથી. વર્ષોથી ચાલ્યું આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો